લદ્દાખની ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.સાથે સાથે 10 અધિકારીઓ અને જવાનોને ચીને પોતાના કબ્જામાં લીધા હતા.
ચીને જોકે તેમને મુક્ત કરી દીધા છે.એ અલગ વાત છે કે, આ મુદ્દે સરકારે છેવટ સુધી મૌન ધારણ કરી રાખ્યુ હતુ.આ માટે સેનાના અધિકારીઓએ સતત ત્રણ દિવસ સુધી વાટાઘાટો કરવી પડી હતી. ગુરૂવારે ભારતીય સેનાના જવાનોને મુક્ત કરાયા હતા. ચીને તેમની સાથે કોઈ ખરાબ વ્યવહાર કર્યો નહોતો.
ચીને તેમને કેમ મુક્ત કર્યા તેની પાછળનુ કારણ આપતા સૂત્રો કહે છે કે, સીમા પર જ્યારે પણ ચીન અને ભારતના સૈનિકો વચ્ચે સંઘર્ષ થાય અને એક દેશનો જવાન બીજા દેશની સેનાના હાથમાં
જઈ પડે તો તેને પાછો મોકલી આપવાનો નિયમ છે.
જેમ કે 2013માં એલએસી પર ચુમાર વિસ્તારમાં થયેલા આવા જ એક ટકરાવ માં ચીની અધિકારી ભેખડ પરથી પડી ગયો હતો.આ સૈન્ય અધિકારીનો ભારતની સેનાએ જીવ બચાવ્યો હતો અને તે પછી તેને ચીન મોકલી આપવામાં આવ્યો હતો.ઘાયલ ચીની અધિકારીની ભારતે આખી રાત સારવાર પણ કરી હતી.
સૂત્રોનુ કહેવુ છે કે, ત્રણ દિવસની વાતચીત બાદ ભારતના જવાનોને ચીને મુક્ત કર્યા છે.આ દરમિયાન પણ ચીનનુ વલણ નરમ નહોતુ પડ્યુ પણ બંને દેશના વિદેશ મંત્રીઓએ કરેલી વાતચીત બાદ સ્થિતિ થોડી થાળે પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.