એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 મે થી 7 જૂન 2020 વચ્ચે 192 ખોટા દાવા કર્યા છે. ટ્રમ્પે કોરોના મહામારી દરમિયાન ખોટા દાવા કરવાનુ ચાલુ રાખ્યુ અને કોરોનાને લઈને પણ ખોટા વાતો કહી.
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે કોરોના વાઈરસ અથવા કોરોના સંકટને લઈને 61 ખોટા દાવા કર્યા. લગભગ 5 અઠવાડિયા દરમિયાન ટ્રમ્પ દરરોજ સરેરાશ 5.5 ખોટા દાવા કર્યા. જોકે એ પણ કહ્યુ કે 8 જુલાઈથી 2019થી લઈને અત્યાર સુધી ટ્રમ્પના ખોટા દાવાની સરેરાશ કાઢીએ તો તે દરરોજ 7.7 આવે છે. એટલે કે છેલ્લા 2 મહિનામાં તેમણે સરેરાશ ઓછા ખોટા દાવા કર્યા.
ટ્રમ્પના કુલ 192માંથી 42 ખોટા દાવા ટ્વીટર પર કરાયા. મે મહિનામાં આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે 14 વાર ખોટી વાતો કહી, જ્યારે બીજા ઈન્ટરવ્યુમાં 10 વાર ખોટા દાવા કર્યા.
ટ્રમ્પે કેટલાક દિવસ પહેલા કહ્યુ હતુ કે અમેરિકામાં કોરોનાના કારણે એક લાખ 5 હજાર લોકો મૃત્યુ પામ્યા. તેમણે કહ્યુ કે અગાઉ કોઈ ઘટનામાં અમેરિકામાં આટલા બધા મોતને ભેટ્યા નથી પરંતુ અનુમાનિત આંકડા અનુસાર, 1918-19ના ફ્લુ દરમિયાન 6.75 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અમેરિકી મીડિયાની રિપોર્ટ અનુસાર, જ્યારે ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં પત્રકાર સાથે વાત કરી અથવા ફરી રિપોર્ટર સાથે વાતચીક કરી તે દિવસોમાં તેમના ખોટા દાવાની સંખ્યા વધારે જોવા મળી. રિપોર્ટ અનુસાર જ્યારથી ટ્રમ્પના દાવાને ટ્રેક કરવામાં આવી રહ્યા છે એટલે કે 8 જુલાઈ 2019થી અત્યાર સુધી તે 2576 ખોટા દાવા કરી ચૂક્યા છે.
4 મે થી 7 જૂન 2020 વચ્ચે ટ્રમ્પે ચીન, કોરોના વાઈરસ અને ઈકોનૉમીથી લઈને સૌથી વધારે ખોટા દાવા કરવામાં આવ્યા. ટ્રમ્પે કોરોના વાઈરસ ટૉપિક પર 61 વખત, ચીન પર 34 વખત, ઈકોનૉમી પર 22 વખત, ટ્રેડ પર 18 વખત, મિલિટ્રી અને વોટિંગને લઈને 16-16 વખત અને સ્વાસ્થ્ય સેવા પર 15 વખત ખોટા દાવા કરવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.