ખાનગી વિકાસના પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પુરી પાડતી સરકારની એક સ્વતંત્ર એજન્સીના બોર્ડ ઓફ ડાયરેકટરમાં ગુજરાતી મૂળના ગ્લોબલ વેન્ચર કેપિટલિસ્ટને મૂકવાના પોતાના ઇરાદાને પ્રમુખ ટ્રમ્પ જાહેર કર્યો હતો. બોર્ડ ઓફ ડાયરેકટર્સ ઓફ ઇન્ટરનેશનલ ડેવેલપલમે ન્ટ ફાઇનાન્સ કોર્પો.ના સભ્ય તરીકે તેમની નિમણુંક ત્રણ વર્ષ માટે રહેશે. તેઓ સોફટવેર ક્ષેત્રે રોકાણ કરતી ઇન્સાઇટ પાર્ટનર્સ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર છે.
અગાઉ પારેખ ૨૦૧૬થી ૨૦૧૮ સુધી ઓવરસીઝ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પો.ના બોર્ડ ઓફ ડીરેકટર્સમાં પણ હતા અને ૨૦૧૦થી ૨૦૧૨ સુધી યુનાઇટેડ સ્ટેટ્સ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્કની સલાહકાર ટીમમાં પણ સેવા આપી ચૂક્યા હતા પારેખે યુનિ. ઓફ પેન્સિલવેનિયાની વ્હાર્ટન સ્કુલમાંથી અર્થશાસ્ત્રમાં બીએસની ડીગ્રી મેળવી હતી. ગયા મહિને તેમણે પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ અને હાલના પ્રમુખપદના ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન માટે ફંડરેઝિંગ કાર્યક્રમનું
આયોજન કર્યું હતું.
પારેખ પૂર્વ પ્રમુખ ઓબામાના પણ અગ્રણી ભંડોળ ભેગું કરનાર હતા. તેમણે ૧૯૯૨ અને ૨૦૦૦માં બેરેમ્સન મિનેલા એન્ડ કંપનીમાં અનેક ઉચ્ચ હોદ્દા પર કામગીરી બજાવી હતી. બ્લોકસ્ટેન ગ્રુપના તેઓ નાણાકીય સલાહકાર હતા.ભારતમાં તેમણે અન્ય જગ્યાએ કરેલા રોકાણ ઉપરાંત ભારત પેમાં પણ મોટું રોકાણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.