ટોપ ઈન્ટરનેશનલ રિલેશન્સ એક્સપર્ટ્સે કહ્યુંઃ ‘અમેરિકાએ ચીનના ઉદયને ખાતર-પાણી આપીને મૂર્ખામી કરી’

રાજકીય વૈજ્ઞાનિક અને શિકાગો યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના વિચારક જોન મિયરશાઈમરે આજથી 20 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે 21મી સદીમાં ચીનનો ઉદય શાંતિપૂર્ણ નહીં હોય. ચીન અને અમેરિકા વચ્ચે સુરક્ષા પ્રતિસ્પર્ધા થશે જેનો અંત યુદ્ધ દ્વારા આવશે. વૈશ્વિક વિચારકો સાથેની એક બેઠકમાં જોન મિયરશાઈમરે જણાવ્યું કે, ‘ચીન પ્રભુત્વવાદી શક્તિ બનવા માંગે છે અને સાથે જ ભારત સાથે પોતાની સરહદની યથાસ્થિતિ બદલવા ઈચ્છે છે.’

શું અમેરિકા ચીનની વધતી શક્તિને એડજસ્ટ કરવામાં નિષ્ફળ રહ્યું છે? આ સવાલના જવાબમાં પ્રો. મિયરશાઈમરે જણાવ્યું કે, ‘અમેરિકાએ ચીનને એડજસ્ટ કરવામાં નિષ્ફળ રહેવાથી પણ કશુંક ઘણું વધારે ખરાબ કર્યું છે. અમેરિકાએ પાછલી સદીના અંતિમ દશકા

અને વર્તમમાન સદીના પ્રથમ દોઢ દશકામાં ચીનને આર્થિક દૃષ્ટિએ વધુને વધુ શક્તિશાળી બનવામાં સહયોગ આપ્યો. હકીકતે આપણે સંભવિત સમકક્ષ પ્રતિસ્પર્ધી ઉભો કરી દીધો જે ચોંકાવનારી મૂર્ખતા છે.’

વધુમાં તેમણે જણાવ્યું કે, અમેરિકાએ આ જોખમને ઓળખીને પછી ચીન પર કાબુ મેળવવાના પ્રયત્ન માટે ઝડપથી પગલા પણ ભર્યા. પરંપરાગત રીતે આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈ અન્ય એક થિયરી પણ છે જેને પૂર્વ એશિયાના પ્રખ્યાત રાજદ્વારી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પૂર્વ અધ્યક્ષ કિશોર મહબૂબાની જેવા થિંકર્સ દ્વારા વધારવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.