દેશની રાજધાની દિલ્હીમાં આતંકીઓ ઘુસવાની ફિરાકમાં છે તેને લઈને દિલ્હી પોલીસને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે જમ્મુ કાશ્મીરથી આતંકીઓ રાજધાની દિલ્હીમાં ઘુસવાનો પ્લાન બનાવી રહ્યાં છે.
બસ, કાર, ટેક્સીથી જમ્મુ કાશ્મીરમાં કેટલાંક આતંકીઓ રાજધાનીમાં ઘુસવાની ફિરાકમાં છે જેની જાણકારી બાદ તમામ ગેસ્ટ હાઉસ, હોટલ્સ, કાશ્મીરના વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીના તમામ બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
દિલ્હીના આઉટર નોર્થ જિલ્લાના વિસ્તારોમાં ખાસ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. જમ્મુ
કાશ્મીરથી 4 થી 5 આતંકીઓ ટ્રકમાં સવાર થઈને દિલ્હી માટે નિકળ્યા છે. આ સુચના સુરક્ષા એજન્સિઓને મળી છે. આ ઈનપુટ્સ બાદ દિલ્હી હાઈએલર્ટ કરવામાં આવી છે.
મોટા આતંકી ષડ્યંત્રને અંજામ આપવાના ઈરાદાથી દિલ્હીમાં ઘુસવાની સુચના બાદ દિલ્હીના દરેક DCP, સ્પેશિયલ સેલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ બ્રાંચ અને અન્ય યૂનિટને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.