ચોમાસું આગામી બે દિવસમાં ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોને ભીંજવી શકે છે. જોકે મહિનાના અંત સુધીમાં ચોમાસુ ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં પહોંચ છે.
પરંતુ આ વખતે પાકિસ્તાનથી બંગાળની ખાડી સુધી બનેલી ટર્ફ અને દક્ષિણ ઉત્તર પ્રદેશનાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનથી ચોમાસાને વેગ મળ્યો છે. આ દરમિયાન દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં રવિવારે ચોમાસા પૂર્વે વરસાદ થયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ હજુ કાંધલા, અમદાવાદ, ઈન્દોર, ખજુરાહો, ફતેહપુર થઈને બહરાઇચ સુધી પહોંચ્યું છે. તેણે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોને પહેલેથી જ આવરી લીધા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસામાં પ્રગતિની સ્થિતિ જળવાઇ રહી છે. 22 અને 23 જૂને ચોમાસું મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડનાં મોટાભાગનાં વિસ્તારોને ભીંજવીને દિલ્હી, હરિયાણા,ચંદીગઢ અને હિમાચલનાં ઘણાં વિસ્તારોને આવરી લેશે.
દિલ્હીમાં ચોમાસુ પહોંચવાની તારીખ 27 જુન છે, પરંતું આ વખતે તે ઘણું વહેલું ત્રાટકશે, આ પ્રકારે આગ્રામાં ચોમાસાના આગમનની તારીખ 30 જૂન છે, પરંતુ ત્યાં પણ આગામી બે દિવસમાં ચોમાસાનો શુભારંભ થઇ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 અને 25 જૂનના
રોજ ચોમાસું દેશના મોટાભાગના ભાગોને આવરી લેશે અને અઠવાડિયાના અંત સુધીમાં ચોમાસુ આખા દેશમાં છવાઇ જશે,
જે સામાન્ય તારીખના એક અઠવાડિયા પહેલા હશે. જુલાઇના પહેલા અઠવાડિયામાં ચોમાસું રાજસ્થાનના સરહદી ભાગો પર આવશે .
ઉત્તર ભારત છેલ્લા એક અઠવાડિયાથી ભીષણ ગરમીની ઝપેટમાં હતું, પરંતુ રવિવારના વરસાદથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગે આ વખતે દેશમાં સામાન્ય વરસાદની આગાહી જારી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.