દિલ્હીમાં 24 કલાકમાં 3 હજાર કેસ, અમિત શાહે CM અને LG સાથે કરી બેઠક ઓફ ઠંડો

રાજધાની દિલ્હીમાં રવિવારે 3 હજાર લોકો કોરોના વાઈરસના સંક્રમિત થયાં છે. આ સાથે જ દિલ્હીમાં કોવિડ-19ના કેસ 60 હજારની નજીક પહોંચી ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસ સંક્રમણથી 2175 લોકોના મોત થયાં છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ત્રણ હજાર કે તેનાથી વધારે કોવિડ-19ના નવા કેસ સામે આવી રહ્યાં છે.

જ્યારે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સાંજે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને અન્ય સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદન પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકમાં સામેલ થયાં હતા.

આ બેઠકમાં કોરોનાની સ્થિતિને પહોંચીવળવા માટે  માટે અત્યાર સુધી કરવામાં આવેલી વ્યવસ્થા અને કોવિડ-19 પ્રબંધન પર ચર્ચા કરવામાં આવી. આ સાથે શું નવું કરી શકાય તેના પર વિચાર કરવામાં આવ્યો. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી રવિવારે સાંજે જાહેર કરવામાં આવેલા બૂલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ સંક્રમણથી 63 લોકોના મોત થયાં છે. સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 2175 લોકોના મોત થયાં છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 59,746 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.