સુરત: તક્ષશિલા અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચના હાથ લાગેલાં પાલિકાના જુનિયર ઇજનેર એવા આરોપી અતુલ ગોરસાવાલાના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ દ્વારા જયુડિશિયલ કસ્ટડીનો હુકમ કરાયો હતો. બે દિવસના રિમાન્ડ બાદ ક્રાઇમ બ્રાન્ચે વધારાના રિમાન્ડની માગણી કરી નહતી.
આગોતરા નામંજૂર થતા ધરપકડ થઈ હતી
તક્ષશિલા કાંડમાં 22 વિદ્યાર્થીઓના મોતને ભેટ્યા હતા. બીજા માળે લાગેલી આગ ચોથા માળ સુધી પ્રસરી હતી અને ત્યાં ચાલતા એક ટયુશન ક્લાસિસના વિદ્યાર્થીઓને ભરખી ગઈ હતી. ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડથી બચવા માટે આરોપી ગોરસાવાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે નામંજૂર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.