યુપી: કાનપુરમાં સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં સગીરાઓ સંબંધિત ખુલાસા પર અખિલેશ યાદવે કરી ટ્વીટ

યુપીના કાનપુરના સરકારી બાળ સંરક્ષણ ગૃહમાંથી આવેલા સમાચાર પર યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવનુ નિવેદન સામે આવ્યુ છે. અખિલેશે ટ્વીટ કરી કહ્યુ, કાનપુરના સરકારી બાળ સંરક્ષણ ગૃહમાંથી આવેલા સમાચારથી યુપીમાં આક્રોશ ફેલાઈ ગયો છે. કેટલીક સગીરાઓ ગર્ભવતી હોવાનો ખુલાસો થયો છે. જેમાં 57 કોરોનાથી અને એક એઈડ્સ ગ્રસ્ત છે. જેમની તાત્કાલિક સારવાર કરવામાં આવે. સરકાર શારીરિક શોષણ કરનારા વિરૂદ્ધ તપાસ કરાવે.

આના પહેલા કાનપુરના ડીએમએ પણ આ વિશે ટ્વીટ કરી હતી કે કેટલાક લોકો કાનપુર સંવાસિની ગૃહને લઈને ખોટા ઉદ્દેશ્યથી સંપૂર્ણ ખોટી અફવા ફેલાવી રહ્યા છે. મુશ્કેલીના સમયે આવુ કૃત્ય સંવેદનહીનતાનુ ઉદાહરણ છે. આવી ભ્રામક માહિતીની તપાસ કર્યા વિના પોસ્ટ ના કરવા વિનંતી છે. જિલ્લા વહીવટીતંત્ર આ સંબંધિત આવશ્યક કાર્યવાહી હેતુ સતત તથ્ય એકત્ર કરી રહ્યા છે.

મુઝફ્ફરપુરના બાલિકા ગૃહની ઘટના દેશની સામે છે અને યુપીમાં પણ દેવરિયા ખાતે આવી ઘટના

બનેલી છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવે તે બતાવે છે કે તપાસના નામે બધુ દબાવી દેવામાં આવે છે. સરકારી બાળ સંરક્ષણ ગૃહોમાં ખૂબ જ અમાનવીય ઘટનાઓ બની રહી છે.’

કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને તેને સરકારની લાપરવાહી ગણાવી છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે લખ્યું હતું કે, ‘કાનપુરના સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં 57 બાળકીઓ કોરોના પોઝિટિવ આવી છે અને તેની તપાસમાં તે પૈકીની બે બાળકી ગર્ભવતી મળી હતી જ્યારે એક એઈડ્સ પોઝિટિવ આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.