કેન્દ્ર સરકાર પછી હવે મહારાષ્ટ્ર સરકારે ચાઇનીઝ પ્રોજેક્ટ્સને લઈને મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ચીનની ત્રણ કંપનીઓ સાથેના કરાર સ્થગિત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 સમિટમાં રાજ્ય સરકારે ત્રણ ચાઇનીઝની કંપનીઓ સાથે પાંચ હજાર કરોડ રોકાણના પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇએ કહ્યું કે અમે કેન્દ્ર સરકારની સલાહ સાથે આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ભારત-ચીન સરહદ પર 20 ભારતીય સૈનિકો માર્યા ગયા તે પહેલાં આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલયે રાજ્ય સરકારને સલાહ આપી છે કે તેઓ ચાઇનીઝ કંપનીઓ સાથે અન્ય કોઇ કરાર પર હસ્તાક્ષર ન કરે. તેમણે જણાવ્યું કે મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 સમિટમાં રાજ્ય સરકારે ચીનની કંપનીઓ સહિત વિશ્વભરની કંપનીઓ સાથે 16000 કરોડ રૂપિયાથી વધુના કરાર કર્યા હતા. તેણે પુણેના તલેગાંવ ખાતે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે ચીનની ગ્રેટ વોલ મોટર્સ સાથે રૂ. 3,770 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.જેમાં ચીનની ફોટોન અને પીએમઆઈ ઇલેક્ટ્રો મોબિલીટી વચ્ચે રૂ .1000 કરોડની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, હેંગ્લુ એન્જિનિયરિંગે પુણેમાં તેના યુનિય ફેઝ 2 માં વિસ્તરણ યોજનાઓ માટે 250 કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.