પુરીમાં જગન્નાથ રથ યાત્રાને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે શરત સાથે રથયાત્રાની પરવાનગી આપી છે. કોર્ટે કહ્યુ કે પ્લેગ મહામારીના દરમિયાન પણ રથયાત્રા સીમિત નિયમો અને શ્રદ્ધાળુઓ વચ્ચે થઈ હતી.
કોરોના વાઈરસ સંક્રમણના કારણે પુરી રથયાત્રા પર રોક વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટેમાં કેટલીક અરજી કરવામાં આવી હતી. આ અરજીઓ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ મામલે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા એસ એ બોબડેએ ત્રણ જજોની બેન્ચની રચના કરી. આ બેન્ચમાં સીજેઆઈ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ દિનેશ માહેશ્વરી હાજર રહ્યા.
દલીલની શરૂઆત કરતા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યુ કે યાત્રાની અનુમતી આપવી જોઈએ. કોઈ પણ મુદ્દે સમાધાન કરવામાં આવ્યુ નથી અને લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આની પર CJIએ કહ્યુ કે UOI એ રથયાત્રાનું સંચાલન કેમ કરવુ જોઈએ.
મહેતાએ કહ્યુ કે શંકરાચાર્ય, પુરીના ગજપતિ અને જગન્નાથ મંદિર સમિતિ સાથે સલાહ કરીને યાત્રાની પરવાનગી આપી શકાય છે. કેન્દ્ર સરકાર પણ એ ઈચ્છે છે કે ઓછામાં ઓછા જરૂર પૂરતા લોકો દ્વારા યાત્રાની પરંપરા નિભાવવામાં આવી શકે છે.
જેની પર CJIએ કહ્યુ કે શંકરાચાર્યને કેમ સામેલ કરવામાં આવી રહ્યા છે? પહેલાથી જ ટ્રસ્ટ અને મંદિર કમિટી જ આયોજિત કરે છે તો શંકરાચાર્યને સરકાર કેમ સામેલ કરી રહી છે? મહેતાએ કહ્યુ, ના ના અમે તો વાતચીતનુ કહી રહ્યા છે. તેઓ ધાર્મિંક સર્વોચ્ચ ગુરૂ છે.
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યુ કે કર્ફ્યુ લગાવી દીધો છે. રથને સેવાયત અથવા પોલીસકર્મી ખેંચે, જે કોવિડ નેગેટિવ હોય. રણજીત કુમાર અરજીકર્તા તરફથી કહેવામાં આવ્યુ કે અઢી હજાર પંડિત મંદિર વ્યવસ્થા સાથે જોડાયેલા છે. સૌને સામેલ કરવાથી મુશ્કેલી અને અવ્યવસ્થા વધશે.
સીજેઆઈએ કહ્યુ કે અમને ખબર છે. આ બધુ માઈક્રો મેનેજમેન્ટ રાજ્ય સરકારની જવાબદારી છે. કેન્દ્રની ગાઈડલાઈનના નિયમોનુ પાલન કરતા જનસ્વાસ્થ્યના હિત અનુસાર વ્યવસ્થા થાય. તુષાર મહેતાએ કહ્યુ કે ગાઈડલાઈન અનુસાર વ્યવસ્થા થશે. સીજેઆઈએ કહ્યુ તમે કઈ ગાઈડલાઈનની વાત કરી રહ્યા છો?
મહેતાએ કહ્યુ કે જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈનનુ પાલન કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.