સુરતઃ ચોમાસાની સિઝનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઈને રોડ પર પાણી પણ ભરાઈ ગયા હતા.જ્યારે ભારે પવનના કારણે પુણા વિસ્તારમાં રોડ પર લગાવાયેલા તંબુઓ પણ ઉડી ગયા હતા.
સુરત શહેરના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે. વરાછા , કાપોદ્રા, સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન સાથે વરસાદના પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. જ્યારે વરાછા, કાપોદ્રામાં રોડ પર પાણી પણ ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.