પાયલટો કોરોનાની વાતો કરવામાં મશગૂલ હતા અને પ્લેન ક્રેશ થઈ ગયું

– પાકિસ્તાનના રહેણાંકી વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશ મામલે શરૂઆતનો તપાસ રિપોર્ટ જાહેર

ગત મહિને પાકિસ્તાનમાં થયેલા પ્લન ક્રેશમાં 97 લોકોના મોત થયા હતા. હવે આ દુર્ઘટનાની શરૂઆતની તપાસમા સામે આવ્યું છે કે, દુર્ઘટના પાયલટોની ભૂલના કારણે થઈ છે જે લેન્ડિંગ દરમિયાન કોરોના વાઈરસ પર ચર્ચા કરી રહ્યાં હતા. બુધવારે શરૂઆતનો તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

22 મેએ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ(PIA)નું વિમાન કરાંચીમાં લેન્ડિંગ કરવાની ઠીક પહેલા રહેણાંકી વિસ્તારમાં ક્રેશ થયું હતું. એરપોર્ટથી થોડા અંતરે થયેલી આ દુર્ઘટનામાં બે લોકોને છોડી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરોના મોત થયાં હતા.

પાકિસ્તાનની સંસદમાં આ રિપોર્ટ રજૂ કરતા પાકિસ્તાનના નાગરિક વિમાનન મંત્રી ગુલામ સરવાર ખાને કહ્યું, પાયલટ અને  એરટ્રાફિક કંટ્રોલરે નક્કી નિયમોનું પાલન નહોતું કર્યું. તેમણે જણાવ્યું કે, એરબસ એ320ની લેન્ડિંગના સમયે તેઓ કોરોના વાઈરસ પર ચર્ચા કરી રહ્યાં હતા. પાયલટ અને કો-પાયલયનું ધ્યાન વિમાન ઉડાવવામાં નહોતું અને તેઓ સમગ્ર મુસાફરીમાં કોરોના પર વાતચીત કરી રહ્યાં. તેમના મગજમાં માત્ર વાઈરસ હતો. તેમના પરિવારવાળા પણ પ્રભાવિત હતા અને તેઓ તેના પર ચર્ચા કરી રહ્યાં હતાં. દુર્ભાગ્યથી પાયલટ ઓવર કોન્ફિડન્સમાં હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રન-વે તરફ આગળ વધતી વખતે વિમાનની જેટલી ઊંચાઈ હોવી જોઈએ તેનાથી બે ગણી ઉંચાઈ પર તે સમયે વિમાન ઉડી રહ્યું હતું. વિમાન ઉડાવવાના નક્કી નિયમોને પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલરે નજરઅંદાજ કર્યા. આ કારણે એન્જિંનને નુંકસાન પહોંચ્યું અને પ્લેન ક્રેશ થઈ ગયું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, લેન્ડિંગના બીજા પ્રયાસ દરમિયાન વિમાન એરપોર્ટ નજીક રહેણાંકી વિસ્તારમાં ક્રેશ થયું. તપાસ ટીમે કોકપીટ ડેટા અને વોઈસ રેકોર્ડરની તપાસથી આ વાત જાણવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.