દિલ્હીમાં પ્રથમવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું : પેટ્રોલ 79.66, ડીઝલ 79.88

દિલ્હીમાં પ્રથમ વખત ડીઝલ કરતા પેટ્રોલના ભાવ વધી ગયા છે. આજે સતત 18મા દિવસે ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે પેટ્રોલના ભાવમાં આજે કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર સતત દિવસ વધારો કરવામાં આવ્યા પછી પેટ્રોલના ભાવમાં આજે કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જો કે આજે ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં આજે એક લિટર ડીઝલનો ભાવ 79.88 રૂપિયા હતો જ્યારે એક લિટર પેટ્રોલનો ભાવ 79.76 રૂપિયા હતો. પ્રથમ વખત ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધી ગયો છે. જો કે ફક્ત દિલ્હીમાં જ ડીઝલનો ભાવ પેટ્રોેલ કરતા વધારે છે.

દરેક રાજ્યમાં વેટના દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે.  મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 86.54 રૂપિયા જ્યારે એક લિટર ડીઝલનો ભાવ 78.22 રૂપિયા હતો. ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 83.04 રૂપિયા અને ડીઝલનો ભાવ 77.17 રૂપિયા હતો.

કોલકાતામાં એક લિટર પેટ્રોલનો ભાવ 81.45 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 75.06 રૂપિયા હતો. બેંગાલુરૂમાં એક લિટર પેટ્રોલનો ભાવ 82.35 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 75.96 રૂપિયા છે. હૈદરાબાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ 82.79 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 78.06 રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલની સરખામણીમાં ડીઝલ પર ટેક્સ ઓછો

હોવાથી  સામાન્ય રીતે પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ 18 થી 20 રૂપિયા ઓછો જોવા મળતો હતો. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડીઝલ ઉપર પણ ટેક્સ વધારવામાં આવતા હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સરખા થઇ ગયા છે.

છેલ્લા 18 દિવસમાં ડીઝલમાં કુલ 10.49 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા 17 દિવસમાં પેટ્રોલના ભાવમાં કુલ 8.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે પાંચ મેના રોજ ડીઝલ પરનો વેટ 16.75 ટકાથી વધારી 30 ટકા કર્યો હતો. જ્યારે પેટ્રોલ પરનો વેટ 27 ટકાથી વધારી 30 ટકા કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.