કોરોના વાઈરસના સંકટ વચ્ચે ગુજરાતમાં કોરોનાના ટેસ્ટની ફીમાં ઘટાડો

ગુજરાતમાં કોરોના ટેસ્ટની ઊંચી ફી મામલે અનેક વિવાદો વચ્ચે હવે આજે સરકારે ટેસ્ટની ફીમાં મોટો ઘટાડો કર્યો છે. આ બાબતે સરકારને પણ અનેકવાર રજૂઆતો થઈ હતી. સરકારે ચીમકી આપી છે કે વધુ ચાર્જ લેતી લેબની માન્યતાઓ રદ થઈ જશે.

હવે ખાનગી લેબમાં રૂપિયા 2500માં ટેસ્ટ થશે. રાજ્ય સરકારની હોસ્પિટલોમાં મેડિકલ કોલેજોમાં અને મેડિકલ લેબોરેટરીમાં 4થી 4,500 ટેસ્ટ રાજ્ય સરકાર વિનામૂલ્ય કોઈપણ ચાર્જ લિધા સીવાય કરે છે. એટલે નાગરિકો પર કોઈ ચાર્જ નહીં થાય. ખાનગી લેબોરેટરીમાં 2,500 રૂપિયા અને 3,000 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

ઘરે અથવા લેબના માણસો ટેસ્ટ કરાવવા માટે આવે તો દર્દીએ 3 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આમ સરકારે એકાએક વિવાદો વધતાં પાછીપાની કરી છે. અત્યારસુધી સૌથી ઊંચો દર ગુજરાતનો હતો. જેમાં હવે ઘટાડો થશે.

કોરોના સંકટ વચ્ચે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો
કોરોના સંકટ વચ્ચે કોરોના ટેસ્ટિંગના ચાર્જને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે, સરકારે કોરોના ટેસ્ટિંગના ચાર્જમાં ઘટાડો કર્યો છે. કોરોના ટેસ્ટિંગ માટે અગાઉ 4 હજાર રૂપિયા ચાર્જ લેવાતો હતો જે હવે ઘટાડીને 2500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ખાનગી લેબમાં હવે 2500 રૂપિયામાં ટેસ્ટ થશે. જો ઘરે આવીને કોરોના ટેસ્ટ કરાવે તો ત્રણ હજાર રૂપિયા ચાર્જ લેવાશે.

વધુ ચાર્જ કરશે તો ખાનગી લેબોરેટરીની માન્યતા રદ્દ
જો ખાનગી લેબોરેટરીની વધુ ચાર્જ કરશે તો માન્યતાઓ રદ્દ કરી દેવામાં આવશે. નાગરીકો પાસેથી કોઈ પણ વધારાનો ચાર્જ લઈ શકાશે નહી. લોકો પાસેથી સરકારે નક્કી કરેલા ચાર્જ કરતાં વધુ ચાર્જ લેનારી લેબોરેટરીની માન્યતા રદ કરી દેવામાં આવશે.

અમદાવાદ મેડિકલ એસો. એ લેખિત રજૂઆત કરી હતી
ગુજરાતભરમાં ખાનગી લેબોરેટરી દ્વારા લેવાતો રૂ. 4500નો ટેસ્ટ ચાર્જ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો ઉંચો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ દરમાં ઘટાડો કરવામાં આવે તો વધુ લોકો તેનો લાભ લઇ શકે તેમ છે. આ બાબતે અમદાવાદ મેડિકલ એસો. દ્વારા મુખ્યમંત્રી, ડે. મુખ્યમંત્રી અને હેલ્થ વિભાગના અગ્ર સચીવ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.