સીબીઆઇએ ગુરૂવારે યસ બેન્કનાં સ્થાપક રાણા કપુર, તેમની પુત્રી અને DHFLનાં પ્રમોટર તથા એક્ઝીક્યુટીવ ડિરેક્ટર કપિલ અને ધીરજ વાધવાન વિરૂધ્ધ આરોપનામું દાખલ કર્યું છે.
લગભગ 100 પાનાનાં આ આરોપના પત્રમાં DOiT અર્બન વેન્ચર્સ લિમિટેડનાં નામનો સમાવેશ થાય છે, જ્યારે DHFLનાં આરોપી તરીકે બતાવવામાં આવ્યા છે.
યસ બેંકે શંકાસ્પદ લોન આપ્યા બાદ સીબીઆઈ દ્વારા આ કેસ 7 માર્ચે નોંધવામાં આવ્યો હતો. આ સાથે જ બેંકના સ્થાપક રાણા કપૂર અને DHFLના કપિલ અને ધીરજ વાધવાન વિરૂધ્ધ એક બીજાને ફાયદો કરાવવાનો આરોપ છે.
યસ બેન્ક દ્વારા DHFLની ટૂંકી મુદતની લોનમાં આશરે 3,700 કરોડ રૂપિયાનું રોકાણ અને DHFL દ્વારા DOiT અર્બન વેન્ચર્સ લિમિટેડને આપવામાં આવેલી 600 કરોડ રૂપિયાની લોન તપાસનાં ઘેરામાં હતી, DOiT અર્બન વેન્ચર્સ લિમિટેડ ખરેખર રાણા કપૂરની પુત્રીની કંપની છે.
એવું માનવામાં આવે છે કે DHFL દ્વારા કંપનીને આપવામાં આવેલી 600 કરોડ રૂપિયાની લોન DHFLના ડિબેન્ચર્સમાં નાણાં લગાવવાના બદલામાં રાણા કપૂરને આપવામા આવેલી લાંચ હતી.
ઇડીએ યસ બેન્કના પ્રમોટર રાણા કપૂર અને તેના પરિવાર પર રૂ. 4,300 કરોડની કમાણીનું લોન્ડરિંગ કરવાનો આરોપ મૂક્યો હતો.
આ રકમ તેમને કથિત રીતે બેંક દ્વારા એ કંપનીઓને મોટી લોન આપવાનાં બદલામાં લાંચ રૂપે આપવામાં આવી હતી. બાદમાં આપવામાં આવેલી લોન નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) બની. જેના કારણે યસ બેંક મુશ્કેલીમાં મુકાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.