હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરતાં ભાજપના નેતા સહિત ભાઈ, બે દીકરા અને એક સંબંધીનું પણ મોત
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કેટલાક લોકોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા રવિન્દ્ર ખરાત (Ravindra Kharat) અને તેમના પરિવારના અનેક સભ્યો પર હુમલો કર્યો. આ હુમલામાં રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોનાં મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. સૂચના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરી લીધી છે.
મળતા અહેવાલો મુજબ, મામલો જલગાંવના ભુસાવળ (Bhusawal)નો છે. કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા અપરાધીઓએ ઘરમાં ઘૂસીને ભાજપ નેતા અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો. સૂત્રો મુજબ, હુમલાખોરોએ ભાજપ નેતા રવિન્દ્ર ખરાત, તેમના બે દીકરા અને મિત્ર પર ચાકૂથી હુમલો કર્યો અને પછી ગોળી મારીને હત્યા કરી દીધી. બીજી તરફ, સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ ઘટના મોડી રાત્રે 10 વાગ્યે ભુસાવળના સમતા નગરમાં બની. તેના કારણે ભુસાવળ શહેરમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. હુમલાખોરોએ કાઉન્સિલર રવિન્દ્ર ખરાતના ઘરના આંગણામાં આવીને અંધાધૂંધ ગોળીબાર કરી આ ઘટનાને અંજામ આપ્યો.
આ હુમલામાં કાઉન્સિલર રવિન્દ્ર બાબુરાવ ખરાત (55), અને તેમના ભાઈ સુનીલ બાબુરાવ ખરાત (56), દીકરો પ્રેમસાગર રવિન્દ્ર ખરાત (26) નાનો દીકરી રોહિત ઉર્ફે સોનૂ રવિન્દ્ર ખરાત (25) અને સંબંધી સુમિત ગુજરે (20)નું મોત થયું છે. જ્યારે રવિન્દ્ર ખરાતની પત્ની રજની ખરાત અને તેમની ત્રીજો દીકરો હિતેશ અને એક અન્ય સંબંધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમની હાલત ખૂબ જ નાજુક હોવાનું કહેવાય છે. બીજી તરફ, પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.