રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 577 પોઝીટીવ દર્દીઓ સાથે 18નાં મોત

અનલોક-01 બાદથી રાજ્યમાં દરરોજ  કોરોનાનાં કેસ વધી રહ્યા છે છેલ્લાં 24 કલાકમાં 577 નવા કેસ નોંધાયા છે. તો કુલ 410 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 18 લોકોના મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 577 કેસ પૈકી એકલા અમદાવાદમાં 238 કેસ નોંધાયા છે. તો સુરત 164 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 44 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1754 લોકોના મોત થઇ ચૂક્યા છે. તો 66 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં કુલ 3 લાખ 45 હજાર 278 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે મોટા શહેરોમાં મૃત્યુંઆંક જોઇએ તો અમદાવાદ-12, સુરત-3  વ્યક્તિનું મોત નિપજ્યા છે. ગાંધીનગરનાં 2, અને સુરેન્દ્રનગરનાં 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,29,768 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,26,116 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3652 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાનાં દર્દીઓની રિકવરી પર એક નજર કરીએ તો કુલ 410 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદમાં 216, સુરતમાં 46, વડોદરામાં 51, મહેસાણામાં જામનગરમાં 6, નર્મદા 2, ગાંધીનગર 36, રાજકોટ કોર્પોરેશન 3, ભરૂચ 11, વલસાડ 0, આણંદમાં 8, પંચમહાલમાં 3, ખેડા 3, રાજકોટમાં 5, ભાવનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ કોર્પોરેન 3, જામનગર1, અમરેલી 2, સાબરકાંઠામાં 4, સુરેન્દ્રનગરનાં 3, મોરબી 1, વડોદરા 1 અને બનાસકાંઠાનાં 4 નાગરિકોનો સમાવેશ થાય છે.

પાટણ જિલ્લામાં 2 કેસ નોંધાયા

હારીજમાં 55 વર્ષીય આધેડ અને સાંતલપુરમાં 19 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. પાટણમાં કુલ 156 કેસ પોઝીટીવ છે. તો 20 લોકોનાં મોત થયા છે અને 104 લોકો સ્વસ્થ થયા છે.

જામનગરમાં કોરોના અનિયંત્રિત

જામનગર જિલ્લા પંચાયતના મહિલા નાયબ DDOને કોરોના થયો છે. મહિલા નાયબ DDOનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે જિલ્લા પંચાયતમાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

કેન્દ્રીય સચિવ લવ અગ્રવાલ અમદાવાદ આવશે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ અમદાવાદ આવશે. અગાઉ એપ્રિલ માસમાં તેઓએ એસવીપી તેમજ કોવિડ કેર હોસ્પિટલની મુલાકાત લઈ કોરોનાના દર્દીઓને સારવાર અંગેની માહિતી મેળવી હતી.

કેન્દ્રની ટીમ 26થી 29 જૂન દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની મુલાકાત લેશે. કેન્દ્રની ટીમ રાજ્યના અધિકારીઓની સાથે બેઠક યોજીને કોરોનાની સારવાર વધુ મજબૂત બનાવવા માટે પણ સુચનો આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.