દેશની પ્રગતિ માટે જો કોઈ દેશમાંથી આયાત કરવામાં આવે તો તેમાં કંઈ ખોટુ નથી: નિર્મલા સીતારમણ

 

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે દેશની પ્રગતિ માટે જો કોઈ દેશમાંથી આયાત કરવામાં આવે છે તો તેમાં કંઈ ખોટુ નથી. દેશમાં ચીનમાંથી થનારી આયાત પર અંકુશ લગાવવાની વધતી માગ વચ્ચે નાણામંત્રીનું આ નિવેદન ઘણુ મહત્વનુ માની શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભારત-ચીન નિયંત્રણ રેખા પર તાજેતરમાં થયેલી હિંસક ઝડપમાં આપણા દેશના 20 જવાનો શહીદ થઈ ગયા હતા. જે બાદથી દેશમાં ચીન વિરોધી રાષ્ટ્રવાદ ચરમસીમાએ છે. કેટલાક સંગઠનોએ ચીની સામાનના બહિષ્કારની અપીલ કરી છે. ભારત-ચીન વચ્ચેના વેપારમાં પલડુ ચીન બાજુ ઝૂક્યુ છે. વર્ષ 2018-19માં ભારતમાં ચીનમાંથી 70 અરબ ડૉલરની આયાત કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ યુનિટના કાર્યકર્તાઓને સંબોધિત કરતા નાણા મંત્રીએ ગુરૂવારે કહ્યુ કે જે કાચો માલ દેશમાં ઉપલબ્ધ નથી અને તેની આપણી કોઈ ઈન્ડસ્ટ્રીને જરૂર છે તે તો તેની આયાત કરવામાં કંઈ જ ખોટુ નથી.

રોજગારની તકો વધારનારી હોય નિકાસ

કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અભિયાનની જાણકારી આપતા નિર્મલા સીતારમણે કહ્યુ પોતાના ઉત્પાદનને વધારવા અને રોજગારના અવસરને તૈયાર કરવા માટે

આયાત કરવામાં કંઈ પણ ખોટુ નથી અને નિશ્ચિત રીતે આવુ થવુ જોઈએ પરંતુ આયાત ત્યારે થવી જોઈએ જ્યારે આનાથી રોજગારની તકો વધે, પ્રગતિ ને ગતિ મળે અને ભારતીય અર્થવ્યવસ્થામાં આત્મનિર્ભરતા આવે.

ગણેશ ભગવાનની મૂર્તિ કેમ કરવામાં આવે છે આયાત?

નાણા મંત્રીએ કહ્યુ કે આશ્ચર્ય ત્યારે થાય છે કે જ્યારે ગણેશ ભગવાનની મૂર્તિ પણ ચીનમાંથી આયાત કરવામાં આવે છે. શુ માટીની મૂર્તિ પણ ચીનમાંથી મંગાવવી જરૂરી છે? નિર્મલા સીતારમણે વર્ચ્યુઅલ રેલી દ્વારા તમિલનાડુના ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ વાત કરી છે.

તેમણે કહ્યુ કે દર વર્ષે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન સ્થાનિક કુંભારો પાસેથી માટીથી બનેલી ગણેશ ભગવાનની મૂર્તિઓ ખરીદવામાં આવે છે પરંતુ હવે જોવા એ મળે છે કે ગણેશ ભગવાનની મૂર્તિઓ પણ ચીનમાંથી આયાત કરવામાં આવે છે આવુ કેમ? તેમણે પૂછ્યુ કે શુ આપણે એ સ્થિતિમાં નથી કે ગણેશ ભગવાનની મૂર્તિઓ બનાવી શકીએ?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.