પહેલી જુલાઈથી ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું ફરજીયાત

– સરકાર આપેલી તમામ રાહતો પાછી ખેંચી રહી છે

લોકડાઉન અને કોરોનાને કારણે લોકોને રોકડ ઉપાડના નિયમોમાં આપવામાં આવેલી રાહત 1 જુલાઈથી મળશે નહીં. એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે સરકારે તમામ ટ્રાન્ઝેક્શન ચાર્જ પાછા ખેંચી લીધા હતા.

એટીએમ ટ્રાન્ઝેક્શન ફી ત્રણ મહિના માટે દૂર કરીને સરકારે કોરોના સંકટ વચ્ચે લોકોને મોટી રાહત આપી હતી. આ છૂટ ફક્ત ત્રણ મહિના માટે આપવામાં આવી હતી. જે 30 જૂન 2020 ના રોજ સમાપ્ત થવાની છે.

કોરોનાની વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે કોઈ પણ બેંકમાં બચત ખાતામાં ફરજિયાત લઘુત્તમ બેલેન્સ રાખવામાંથી રાહત આપી હતી.

આ હુકમ એપ્રિલથી જૂન સુધીનો હતો. આવી સ્થિતિમાં ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ ન હોય તો પણ લોકોને કોઈ પણ પ્રકારનો દંડ ભરવો પડતો નહોતો. પરંતુ હવે 1 જુલાઈથી તમારે તમારા ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે. આ સિવાય કેટલીક બેન્કો બચત ખાતામાં વાર્ષિક વ્યાજ દરમાં પણ ઘટાડો કરવા જઈ રહી છે. આ ફેરફાર 1 જુલાઈથી લાગુ થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.