આ રાજ્યમાં બોર્ડ પરીક્ષાના ટોપર્સને એક લાખનુ ઈનામ અને લેપટોપ

ગુજરાતમાં તો સરકારે બોર્ડ પરીક્ષાના ટોપર જાહેર કરવાનુ ઘણા વર્ષોથી બંધ કરી દીધુ છે. જોકે બીજા કેટલાક રાજ્યોમાં આ પરંપરા ચાલુ છે.

તેમાં પણ યુપી સરકાર એક ડગલુ આગળ વધી છે. આજે ધો.10 અને ધો.12ના બોર્ડ પરીક્ષાના જાહેર થયેલા પરિણામો બાદ સરકારે જાહેરાત કરી છે કે, દરેક પરીક્ષાના 20-20 ટોપર્સને એક લાખ રુપિયાનુ ઈનામ આપશે અને સાથે સાથે લેપટોપ ણ આપશે.

સરકારે વધુમાં કહ્યુ છે કે, આ પૈકીના જે ટોપરના ઘર સુધી પાકો રસ્તો નથી ત્યાં સુધી સરકાર પાકો રસ્તો પણ બનાવી આપશે. જેથી તેમને ભવિષ્યમાં અભ્યાસ કરવા માટે મુશ્કેલીનો સામનો ના કરવો પડે.

યુપી સરકાર વતી ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે ઉપરોક્ત જાહેરાત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, યુપી બોર્ડ સિવાય બીજા બોર્ડના ટોપર્સના ઘર સુધી પણ સરકાર જરુર હશે તો પાકો રસ્તો બનાવી આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.