લદ્દાખ મોરચે ગલવાન ખીણમાં ચીની સેના સામેના ટકરાવમાં શહીદ થયેલા ભારતીય સેનાના 20 જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે યોજેલી શોકસભામાં જ કાર્યકરો અંદરો અંદર બાખડી પડ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે અજમેરમાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે આ શોકસભાનુ આયોજન કરાયુ હતુ.અજમેરના શહીદ સ્મારક ખાતે આ શોકસભા યોજાઈ હતી.
જેમાં શહેરના કોંગ્રેસ અધ્યક્ષ સાથે બીજા નેતાઓ પુષ્પાંજલિ આપી રહ્યા હતા ત્યારે બે કાર્યકરો એક બીજા સાથે ભીડાઈ ગયા હતા.સોના ધનવાની નામનો કાર્યકર સ્ટેજ પર જઈ રહ્યો હતો ત્યારે શમસુદ્દીન નામના કાર્યકરે તેને રોક્યો હતો.
આ વાત પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અ્ને એ પછી છુટ્ટા હાથની મારા મારી શરુ થઈ ગઈ હતી.બંનેએ એક બીજાના કપડા ફાડી નાંખ્યા હતા.તેઓ લોહીલુહાણ થઈ રહ્યા હતા.એ પછી બીજા નેતાઓએ તેમને છોડાવ્યા હતા.
મારામારીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયા બાદ યુઝર્સ જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે.એક યુઝરે તો ત્યાં સુધી લખ્યુ હતુ કે, આ બંને કાર્યકરોને લડવા માટે લદ્દાખ મોરચે મોકલી દેવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.