આઠમાં નોરતે સુરતના ઉમિયાધામમાં 30,000 દીવાની મહાઆરતી, જાણે ધરતી ઉપર તારલા ટમટમ્યાં

કાલે આસોસુદ આઠમના દિવસે મા દુર્ગાની પૂજા (Durga pooja) અર્ચનાનું વિશેષ મહત્વ છે. દેશભરમાં દુર્ગા પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં પણ મહાઆરતીનું (Mahaarati) આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે 30 હજાર ભક્તોએ મહાઆરતીમાં ભાગ લીધો હતો. અને હાથમાં દીવો પકડીને માની આરતી ઉતારી હતી. એક સાથે હજારો દીવડાઓની જ્યોતથી ઉમિયાધામનું પટાંગણ જગમગી ઉઠ્યું હતું. દીવાના (Lamp)પ્રકાશથી ધરતી ઉપર જાણે તારા ટમટમી રહ્યા હોય એવું આહલાદક દ્રશ્ય સર્જાયું હતું. મહાઆરતી પહેલા મશાલયાત્રાની પરંપરા હોવાનું પણ જાણવા મળ્યું છે. મહા આરતીમાં ભાગ લેવા માટે સુરત સહિત આજુ બાજુના વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.