કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને વહીવટીતંત્રે વેપારના મુખ્ય બજારો શનિવારે બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે તેમ છતાં આજે મહિધરપુરા હીરા બજારમાંની થોડીક ઓફિસો ચાલુ હોવાનું ધ્યાન ઉપર આવતા, પોલીસે પહોંચીને બંધ કરાવી હતી. આજે સવારે મહિધરપુરા હીરા બજારમાં ભોજાભાઈની શેરીમાં ઓફિસો ચાલુ હતી.
હીરાબજાર અને ટેક્સ્ટાઇલ માર્કેટ શનિવારે બંધ રાખવામાં આવ્યા છે. બંધનો અમલ સખ્તાઇપૂર્વક કરાવવામાં આવી રહ્યો છે. હીરાબજારનાં સૂત્રોએ જણાવ્યું કે આજે સવારે મહિધરપુરા પોલીસ હીરા બજારમાં આવી હતી અને ભોજાભાઈની શેરીમાં ચાલતી ઓફિસો બંધ કરાવી હતી.
ઓફિસમાં ત્રણ ચાર જણા જતાં અને તેઓને બંધ કરવાની સૂચના આપતા, નારાજગી પણ જોવા મળી હતી. કોરોના સંક્રમણના સૌથી વધુ કિસ્સા કતારગામ ઝોનમાં છે અને ત્યાં હીરાની ફેક્ટરીઓ સારા એવા પ્રમાણમાં ધમધમી રહી છે, તેમ છતાં ત્યાં કારખાનાઓ બંધ કરાવવામાં આવતા નથી અને મહિધરપુરા વિસ્તારમાં આવા કેસોની સંખ્યા નહિવત્ જેવી છે. તેમ છતાં બંધનો આગ્રહ રાખવામાં આવે છે એવો કચવાટ હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.