એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે જેનાથી કાર્બન સાયકલ પુનઃ વ્યવસ્થિત થાય: મુકેશ અંબાણી

  • બ્રિટનની FII ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આયોજીત કોન્ફરન્સ ‘ડોન્ટ ફરગેટ અવર પ્લેનેટ’ને સંબોધતાં પોતાની વીડિયો લિંકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જાના ઉપયોગ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન માનવજાતે જે વિકાસ સાધ્યો છે તેમાં આપણે કાર્બન ઉત્સર્જનની સાયકલને છિન્નભિન્ન કરી છે અને હવે એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, જેનાથી સંતુલન જળવાય અને કાર્બન સાયકલ પુનઃ વ્યવસ્થિત થાય. તેમણે કહ્યું હતું કે કાર્યક્ષમ, સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જા આપવી એ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે.
  • આપણે કાર્બનને રો-મટિરિયલ બનાવી શકીએ છીએ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મારા મતે, અત્યારે આપણે જ્યાં છીએ ત્યાં જો આપણે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું તો આપણે ઘણા મોરચે સુરક્ષિત રહીશું અને એનાથી ઊર્જાનું ચક્ર છે તે પૂર્ણ થશે, આપણે કાર્બન ડાયોક્સાઇડને ખભે પડેલી જવાબદારી બનાવીએ તેના કરતાં બાયોકેમિકલ ફોટોસિન્થેસિસ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે કાર્બનને રો-મટિરિયલ બનાવી શકીએ છીએ.
  • કાર્બનને રિસાયકલ કરવાની પદ્ધતિ અપનાવવી જોઈએ અંબાણીએ કહ્યું કે, જે લોકો એનર્જી બિઝનેસ સાથે સંકળાયેલા છે તેમના માટે કાર્બન સર્જન-ઉત્સર્જનને બંધ કરવું જ બધું નથી, પરંતુ કાર્બનનું ઉત્સર્જન શૂન્ય સુધી લાવીને તેની સાયકલ પૂર્ણ કરવાનું તેમનું મૂળ કામ છે. આપણે માત્ર કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ શૂન્ય સુધી જ નથી પહોંચાડવાનું, પરંતુ હું માનું છું કે આપણે કાર્બનને રિસાયકલ કરવાની પદ્ધતિ અપનાવવી જોઈએ. આ કામ આપણે ખૂબ જ જવાબદારીપૂર્વક કરવાનું છે. આ જ વેપાર છે. આપણે સ્વચ્છ અને અસ્વચ્છ વચ્ચે જરાય મૂંઝવણ અનુભવવાની નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.