સેનાની સિદ્ધી: ચીનની સરહદ સાથે જોડનારા બૈલી બ્રીજને માત્ર 6 દિવસમાં બનાવ્યો.

ઉત્તરાખંડનાં પિથોરાગઢ સ્થિત મુનસ્યારીમાં 6 દિવસ પહેલા બૈલી બ્રીજ બીજી વખત તૈયાર  કરાયો છે, મુનસ્યારીથી મિલમ જનારા માર્ગ પર ધાપા નજીક સેનર નાળા પર બનેલા બૈલી બ્રીજ એ સમયે તુટી  ગયો હતો, જ્યારે માર્ગ કટીંગ માટે મોટા ટ્રક પર પોકલેન્ડ મશીન લઇ જવાઇ રહ્યા હતાં, આ દુર્ઘટનામાં બે જણા ગંભીર  રીતે ઘાયલ થયા હતાં, જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં.

સરહદ માર્ગ સંગઠન (BRO)એ અથાગ મહેનત બાદ નવો બ્રિજ માત્ર 6 દિવસમાં જ તૈયાર કરી લીધો છે, તેને બનાવવા માટે BRO એ ઘણી વિષમ પરિસ્થિતીઓનો સામનો કરવો પડ્યો, જો કે BROએ રાત-દિવસ કામ કરીને રેકોર્ડ ટાઇમમાં આ પુલ તૈયાર કરી  દીધો.

બૈલી બ્રીજ બનાવવાથી સેના અને આઇટીબિપીનાં જવાનોને ચીનની સરહદ સુધી પહોંચવામાં પડી રહેલી મુશ્કેલીથી રાહત મળશે, સૈન્ય  જરૂરીયાતોનો સામાન પણ સરળતાથી મિલમ સુધી પહોંચાડી શકાશે. BROએ 120 ફિટ લાંબો આ બ્રિજ બનાવવા માટે 70 મજુરોની સાથે એક પોકલેન્ડ મશીનનો ઉપયોગ કર્યો.

ચીનની સરહદ સુધી સામાન પહોંચાડવા માટે કડીરૂપ બ્રિજ 

મુનસ્યારીના ધાપામાં બનેલો આ પુલ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે અને સરહદી ગામ મિલમને બાકીના ઉત્તરાખંડ સાથે જોડે  છે. મિલમથી ચીન સરહદ સુધી 65 કિલોમીટર લાંબી રસ્તો બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

આ માટે, પહાડોને કાપવા અને કાટમાળ ખસેડવા માટે વપરાતી ભારે મશીનરી અને બાંધકામનો સામાન મિલમમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.

બ્રિજ તૂટી જવાને કારણે ચીનને જોડનારા માર્ગની વચ્ચે આવતા પહાડો કાપવાનાં કામ પર અસર થતી હતી, પરંતુ BROએ આ પુલને 6 દિવસમાં તૈયાર કરીને મોટી રાહત આપી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.