ઓપરેશન ઓલ આઉટ : 24 કલાકમાં 89 આતંકીઓનો ખાતમો, 67 ઘાયલ

અફઘાનિસ્તાનમાં આતંકીઓ વિરૂદ્ધ એક વ્યાપક અભિયાન ચલાવાઈ રહ્યું છે. તેમાં અત્યાર સુધીમાં 89 આતંકીઓ માર્યા ગયા છે જ્યારે અન્ય 67 ઈજાગ્રસ્ત થયા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રોહુલ્લાહ અહમદજઈએ જણાવ્યું કે આખા અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરૂદ્ધ ઓપરેશન ચાલી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં તાલિબાને પીછેહઠ કરવી પડી છે.

રોહુલ્લાહ અહેમદજઈએ જણાવ્યું કે સલામતી દળોએ તાહર પ્રાંતના બહાર્ક જિલ્લાને ફરીથી તેના નિયંત્રણમાં લઈ લીધું છે. અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી તાલિબાનના આતંકીઓ અને સલામતી દળો વચ્ચે આંતરિક લડાઈ ચાલી રહી છે.અનેક જગ્યાએ તાલિબાનોએ પીછેહઠ કરવાની ફરજ પડી છે.  છેલ્લા 24 ક્લાકમાં તાહર પ્રાંતમાં જ 89 તાલિબાનોને ઠાર મરાયા છે એન અન્ય 67ને ઈજા પહોંચી છે. અફઘાનિસ્તાનની સરકાર લગભગ બે દાયકાથી આંતરિક આતંકી જૂથોનો સફાયો કરી રહી છે. 

આતંકીઓના ખૌફથી ચૂંટણીમાં માત્ર 20 ટકા મતદાન

આઈએસે વર્ષ 2015માં અફઘાનિસ્તાનમાં તેની હાજરી નોંધાવી હતી. આ સંગઠનમાં દેશમાં અનેક ભીષણ હુમલા કરી ચૂક્યું છે. અફઘાનિસ્તાનમાં ગયા શનિવારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માત્ર 20 ટકા મતદારોએ જ મતાિધકારનો ઉપયોગ કર્યો હતો. આ આંકડો વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીઓની સરખામણીમાં ઘણો જ ઓછો છે.

અફઘાન યુદ્ધ અમેરિકાના ઈતિહાસમાં સૌથી લાંબુ ચાલ્યું છે ત્યારે પરિસ્થતિ વધુ કથળી જ નથી પરંતુ વધુ જટીલ પણ બની ગઈ છે. વર્ષ 2018માં તાલિબાની હુમલાઓમાં નાગરિકોના મોતનું પ્રમાણ વિક્રમી સ્તરે પહોંચી ગયું હતું. વધુમાં લાંબા સમયથી ચાલતા દુષ્કાળની સંભાવનાઓના પગલે સંશાધનોની પણ અછત જોવા મળી રહી છે. આથી, અફઘાનિસ્તાનમાં સૃથળાંતરનું પ્રમાણ પણ વધ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.