કરફ્યૂનો કડક અમલ ફરી શરૃ થતાં એક જ રાતમાં 100 થી વધુ ગુના દાખલ

જ્યાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે તે કતારગામ વિસ્તારમાં કરફ્યુ ભંગ અને લોકડાઉન ભંગના એકેય ગુના ન નોંધાયા !

સુરતમાં અનલોક 1 ને પગલે કોરોનાના કેસોનું પ્રમાણ વધતા પોલીસે ફરી રાત્રી કરફ્યુ અને લોકડાઉનનો કડક અમલ કરાવવાનું શરૃ કર્યું છે. શહેરના વિવિધ પોલીસ મથકોમાં ગતરાત્રી દરમિયાન કરફ્યુ ભંગ કરી રખડપટ્ટી કરવાનાદુકાન-લારી ચાલુ રાખવાનામાસ્ક પહેર્યા વિના બહાર નીકળવાના 100 થી વધુ ગુનાઓ નોંધાયા હતા. જોકેજ્યાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે તે કતારગામ વિસ્તારમાં કરફ્યુ ભંગ અને લોકડાઉન ભંગના એકેય ગુના નોંધાયા ન હતા.

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જાહેર થયેલા લોકડાઉન દરમિયાન સુરત પોલીસે કડક હાથે પગલાં લઇ સંક્રમણને અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તે સમયે સુરત શહેરના વિવિધ પોલીસ મથકોમાં રોજના સરેરાશ 170 જેટલા ગુના લોકડાઉન અને કરફ્યુ ભંગના નોંધાતા હતા. જોકેએક માસ અગાઉ અનલોક 1 ની જાહેરાત સાથે ઘણી છૂટછાટ આપવામાં આવી હતી અને રાત્રી કરફ્યુ જ જાહેર કરાયો હતો. અનલોક 1 માં છૂટછાટની સાથે જ સુરત પોલીસ પણ લોકો સામે કડક કાર્યવાહીને બદલે કુણું વલણ અપનાવતી જોવા મળી હતી. દરમિયાનછેલ્લા કેટલાક દિવસોમાં સુરતમાં કોરોનાના કેસોમાં અચાનક મોટો ઉછાળો શરૃ થયો હતો અને લગભગ બમણા કેસો નોંધાતા વહીવટી તંત્રની સાથે સુરત પોલી પણ ફરી એક્શન મોડમાં આવી ગઈ હતી. સુરત પોલીસે ફરી કરફ્યુ અને લોકડાઉનનો કડક અમલ શરૃ કર્યો હતો.

ગતરાત્રી દરમિયાન સુરતના વિવિધ પોલીસ મથકોમાં કારણ વિના બહાર લટાર મારવા નીકળી તેમજ મોટરસાયકલ ઉપર પણ ફરવા નીકળી કરફ્યુ ભંગ કરનારાઓ ઉપરાંતસાંજે 7 વાગ્યા બાદ પણ અને કરફ્યુના સમયમાં પાનના ગલ્લાચા ની લારીનાસ્તાની લારીપ્રોવિઝન સ્ટોર જેવી દુકાનો,ગલ્લા ચાલુ રાખનારાઓ અને માસ્ક પહેર્યા વિના નીકળેલાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. બે ત્રણ દિવસ આખા શહેરમાં આવા ગુનાઓની સંખ્યા માંડ 10 થી 15 હતી. તેની સામે ગતરાત્રી દરમિયાન આવા 100 થી વધુ ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયા હતા. સૌથી વધુ અઠવા પોલીસે કાર્યવાહી કરી હતી જયારે જ્યાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે તે કતારગામ વિસ્તારમાં કરફ્યુ ભંગ અને લોકડાઉન ભંગના એકેય ગુના નોંધાયા ન હતા. 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.