ટાર્ગેટ ચાઈના : અમેરિકાએ ચાઈનીઝ મીલિટરી અંકુશિત 20 કંપનીઓની યાદી જાહેર કરી

– ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના સંભવિત પ્રતિબંધોના ભાગરૂપ તૈયાર કરાયેલી યાદી ભારત માટે પણ મહત્ત્વની

 

અમેરિકાએ બૈજિંગમાં મીલિટરી શાસન દ્વારા અંકુશિત હ્વુવેઈ ટેકનોલોજીસ સહિત ૨૦ ચાઈનીઝ કંપનીઓને ઓળખીને એની યાદી જાહેર કરી છે.

ચાઈનાને અમેરિકી રોકાણ મેળવતું અટકાવવા અને કેટલીક ટેકનોલોજીસની ઉપલબ્ધિતથી રોકવાના ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના પ્રયાસોના ભાગરૂપ  આ લિસ્ટેડ કંપનીઓ પર સંભવિત પ્રતિબંધો આવી શકે છે. મીડિયા અહેવાલો મુજબ પેન્ટાગોન દ્વારા આ કોમ્યુનિસ્ટ ચાઈનીઝ મીલિટરી કંપનીઓ જે અમેરિકામાં કાર્યરત છે, એની યાદી જાહેર કરાઈ છે અને એમાં ચાઈનાની સરકાર, મીલિટરી અથવા ડિફેન્સ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી અથવા એની માલિકી અથવા અંકુશ હેઠળની કંપનીઓનો સમાવેશ છે.

આ કંપનીઓના યાદીમાં એવિએશન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઈના, ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશન, ચાઈના ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી ગુ્રપ કોર્પોરેશન, ચાઈના સાઉથ ઈન્ડસ્ટ્રીઝ ગુ્રપ કોર્પોરેશન, હેન્ગઝુઓ હિકવિઝન ડિજિટલ ટેકનોલોજી કંપની(Hangzhou Hikvision Digital Technology Co), હ્વુવેઈ(Huawei), ચાઈના શિપબિલ્ડિંગ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, ચાઈના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન, ચાઈના નોર્થ ઈન્ડસ્ટ્રીઝ ગુ્રપ કોર્પોરેશન, ઈન્સ્પર ગુ્રપ, એરો એન્જિન કોર્પોરેશન ઓફ ચાઈના, ચાઈના રેલવે કન્સ્ટ્રકશન કોર્પોરેશન, સીઆરઆરસી કોર્પ, પાંડા ઈલેક્ટ્રોનિક્સ ગુ્રપ, ડોવનિંગ ઈન્ફોર્મેશન ઈન્ડસ્ટ્રી કંપની, ચાઈના મોબાઈલ કોમ્યુનિકેશન્સ ગુ્રપ, ચાઈના જનરલ ન્યુક્લિયર પાવર કોર્પ, ચાઈના નેશનલ ન્યુક્લિયર કોર્પ અને ચાઈના ટેલીકોમ્યુનિકેશન્સ કોર્પનો સમાવેશ છે.

ચાઈનીઝ કંપનીઓ, ચાઈનીઝ ઉત્પાદનો સામે વિશ્વભરમાં વિરોધ વધવા લાગ્યો છે અને ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર થવા લાગ્યો છે, ત્યારે ભારત સરકાર અને વિવિધ રાજય સરકારો દ્વારા ચાઈનાની કંપનીઓને આપવામાં આવેલા કોન્ટ્રેકટસ રદ થવા લાગ્યા હોઈ ચાઈનાની આ ૨૦ કંપનીઓની યાદી ભારત માટે પણ મહત્વની બની રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.