મહારાષ્ટ્રનાં અકોલાની જિલ્લા જેલમાં 50 કેદીઓ પોઝિટિવ, અન્ય 28 પણ સંક્રમિત

  • મહારાષ્ટ્રમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મહારાષ્ટ્રની અકોલા જેલનાં 50 કેદીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય જેલના અન્ય 28 લોકોનો ટેસ્ટ પણ કોવિડ -19 પોઝિટિવ આવ્યો છે.

નવા કેસો પછી, ઓકલા ડિસ્ટ્રિક્ટ જેલમાં કોરોના ચેપની સંખ્યા વધીને 1498 થઈ ગઈ છે. સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે રવિવારે સવારે 78 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાં 50 પુરૂષ કેદીઓ છે.

રવિવારે જેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા જેલમાં 300 જેટલા કેદીઓ છે અને તાજેતરમાં

અહીં કોઈ નવા કેદીઓ લાવવામાં આવ્યા નથી. આ અગાઉ 24 મી જૂને જિલ્લા જેલમાં 18 કેદીઓને ચેપ લાગ્યાં હતાં.

વાયરસથી ચેપ લાગ્યાં બાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 76 લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં હજી પણ 378 લોકો સારવાર હેઠળ છે અને 1,000થી વધુ લોકો સાજા થઇ ચુક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.