પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિરૂદ્ધ રાહુલ ગાંધીનો હોબાળો, લૉન્ચ કર્યુ કેમ્પેઈન

દેશમાં કોરોના વાઈરસનું સંકટ અને લૉકડાઉનમાં ઠપ થયેલા વેપારથી સામાન્ય માણસ મુશ્કેલીમાં છે. આ સૌની વચ્ચે છેલ્લા લગભગ ત્રણ અઠવાડિયાથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સવારે એક કેમ્પેઈનની શરૂઆત કરી. જેમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વિરૂદ્ધ બોલવાની અપીલ કરવામાં આવી છે.

રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરતા ટ્વીટ કરી લખ્યુ કે આવો #SpeakUpAgainstFuelHike Campaign સાથે જોડાઈએ. ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે 10 વાગે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે.

આ સિવાય કોંગ્રેસના તમામ નેતા, મુખ્યમંત્રી અને અન્ય પદાધિકારી આ મુદ્દે પોતાના સોશ્યલ મીડિયા પર વીડિયો અપલોડ કરશે. અગાઉ પણ જવાનો અને ચીનના મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ આવુ કર્યુ હતુ.

રાહુલ ગાંધીએ સોમવારે જે વીડિયો ટ્વીટ કર્યો છે તેમાં કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના સંકટ અને ચીનની સાથે વણસતી પરિસ્થિતિ વચ્ચે સરકારે સામાન્ય માણસને પોતાની પરિસ્થિતિ પર છોડી દીધા છે. આમાં કહેવામાં આવ્યુ છે કે લોકો પાસે રોજગાર નથી અને કેન્દ્ર સરકાર 21 દિવસથી દરરોજ ભાવવધારો કરી રહી છે.

અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. સોનિયા ગાંધીએ અપીલ કરી હતી કે આ સમયે લોકો પાસે રોજગારનુ સંકટ છે એવામાં સરકાર ભાવવધારાને પાછો લે.

ઉલ્લેખનીય છે કે સોમવારે પણ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો છે. દિલ્હીમાં 5 પૈસા પેટ્રોલ વધીને 80.43 રૂપિયા અને 13 પૈસાના વધારા સાથે ડીઝલ 80.53 રૂપિયા થઈ ગયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.