પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વૃધ્ધી થતી જોવા મળી રહી છે, ડિઝલનાં ભાવ સોમવારે 13 વધીને 80.53 રૂપિયા પ્રતિ લિટરની નવી ઉંચાઇ પર પહોંચી ગયા.
એટલે કે 7 જુન બાદ ડિઝલનાં ભાવમાં 11.14 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઇ ચુક્યો છે. ત્યાં જ પેટ્રોલની કિંમત પણ 9.17 રૂપિયા વધી ગઇ છે, જો મે 2014ની તુલના કરીએ તો 6 વર્ષમાં જ્યાં પેટ્રોલ 166 ટકા મોંઘું થયું છે.
તો વળી તેનાથી વિપરીત ક્રુડ ઓઇલની કિંમત 2.5 ગણું સસ્તું થયું છે, આ વૃધ્ધી બાદ દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ 80.43 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલનાં ભાવ 80.53 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યા છે, જાણો પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પાછળનું કારણ શું છે?
28 એપ્રિલનાં દિવસે ઇન્ડિયન બાસ્કેટમાં ક્રુડ ઓઇલની કિંમત ઘટીને માત્ર 16.19 ડોલર પ્રતિ બેરલ આવી ગઇ, એપ્રિલની વાત કરીએ તો આખા મહિના દરમિયાન સરેરાસ કિમત 19.9 ડોલર પ્રતિ બેરલ આવી ગઇ.
આ પછી ક્રુડ ઓઇલની કિંમતોમાં વધારો થવાનું શરૂ થયું અને મે મહિનામાં સરેરાસ તે 30.60 ડોલર પર પહોંચી ગઇ, ત્યાં જ 25 જુનનાં દિવસે ક્રુડ ઓઇલ 40.66 ડોલર પ્રતિ સુધી પહોંચી ગયું.
એટલે કે, માત્ર બે મહિનામાં ક્રૂડ તેલની કિંમતમાં બે વાર વધારો થયો, કારણ કે લોકડાઉન હટાવ્યા બાદ ક્રૂડની માંગમાં વધારો થયો છે. 6 જૂન સુધી પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
પરંતુ 7 જૂનથી, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આગ લાગવાનું શરૂ થયું અને છેલ્લા ત્રણ અઠવાડિયામાં ડીઝલના કુલ ભાવમાં લીટર દીઠ 11.14 રૂપિયા નો વધારો થઇ ચુક્યો છે. આ સમયગાળા દરમિયાન, પેટ્રોલના ભાવમાં કુલ રૂ .9.17 નો વધારો થયો છે.
ઓઇલની મોંઘવાવારી પાછળ કોરોના
કોરોના મહામારીએ સરકારને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ટેક્સ વધારવાની ફરજ પાડી હતી. એટલું જ નહીં, કરમાંથી થતી આવકમાં પણ મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જીએસટી અને સર્વિસ ટેક્સનું કલેક્સન પણ ખરાબ રીતે ઘટ્યો છે.
ટેક્સનું ભારણ વધ્યું
1 એપ્રિલ સુધીમાં પેટ્રોલ પર કુલ એક્સાઇઝ ડ્યુટી 22.98 રૂપિયા પ્રતિ લિટર હતી. હાલમાં એક્સાઇઝ ડ્યુટી 32.98 લિટર પ્રતિ છે. ડીઝલ પર કુલ એક્સાઈઝ ડ્યુટી 18.83 રૂપિયા પ્રતિ લિટર હતી, જે હવે લિટર દીઠ 31.83 છે.
કેન્દ્ર સરકારે કોરોના રોગચાળા અને લોકડાઉનથી ખાલી થયેલા ખજાના માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે 10 અને 13 લિટર દીઠ એક્સાઇઝ ડ્યુટી વધારી, જ્યારે રાજ્ય સરકારોએ પણ વેટમાં વધારો કર્યો આનાથી સસ્તા ક્રૂડ તેલનો ફાયદો સામાન્ય લોકોને થયો નથી.
મે 2014માં પેટ્રોલ 47.12 રૂપિયા અને ડીઝલ 44.98 રૂપિયા પ્રતિ લિટર હતું
મે 2014 માં ક્રૂડ તેલના ભાવ સરેરાશ બેરલ દીઠ 106.85 ડોલર હતી. તે સમયે દિલ્હીમાં પેટ્રોલ 47.12 રૂપિયા અને ડીઝલ 44.98 રૂપિયા પ્રતિ લિટર હતું. તે જ સમયે, કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી પેટ્રોલ પર 10.39 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 4.50 રૂપિયા હતી.
2014 ના બીજા ભાગમાં તેલની કિંમતોમાં જેવો ઘટાડો થયો તે તરત જ સરકારે ઇંધણ પરના ટેક્સમાં વધારો કર્યો. આ પછી સરકારની પરંપરી બની ગઇ કે જેવું ક્રૂડ તેલ સસ્તુ થયું અને સરકારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ટેક્સમાં વધારો કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.