કોઈએ પણ ભારત અને નેપાળના સંબંધોમાં કડવાશ ઘોળવી જોઈએ નહીં: નેપાળનાં વિદેશ પ્રધાન

ભારત વિરોધી ભાવનાઓને ભડકાવનારા વડા પ્રધાન કેપી શર્મા ઓલી સંપૂર્ણ રીતે અલગ પડી ગયા છે

 

ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીના ઈશારાને પગલે ભારત વિરોધી ભાવનાઓને ભડકાવનારા નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી સંપૂર્ણ રીતે અલગ-થલગ પડી ગયા છે. એટલે સુધી કે તેમના જ વિદેશ પ્રધાને પણ કહ્યું છે કે કોઈએ પણ ભારત અને નેપાળના સંબંધોમાં કડવાશ ન ઘોળવી જોઈએ.

એક દિવસ પહેલા કેપી શર્મા ઓલીએ તેમની નિષ્ફળતાનો ટોપલો ભારતના પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે નવી દિલ્હી અને કાઠમાંડુમાં તેમને સત્તા પરથી દૂર કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં કેપી શર્મા ઓલીએ નેપાળના નવા નકશામાં ભારતીય પ્રદેશોનો સમાવેશ કરીને બંને દેશો વચ્ચેના સારા સંબંધોને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન, નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપ ગ્યાવલીએ સોમવારે કહ્યું કે સરહદ વિવાદથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોના અન્ય પરિમાણો પર અસર ન થવી જોઈએ.

નેશનલ એસેમ્બલીમાં મળેલી બેઠકમાં કાઠમંડુ પોસ્ટના અહેવાલમાં જણાવ્યા મુજબ ગ્યાવલીએ કહ્યું કે સરકાર ભારત સાથે બહુપક્ષીય સંબંધને લઇને ચિંતિંત છે અને સરહદ વિવાદથી અમારા સંબંધ બગડશે નહીં.

વિદેશ પ્રધાનનું આ નિવેદન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે એક દિવસ પહેલા વડા પ્રધાન કે.પી.શર્મા ઓલીએ કહ્યું હતું કે નેપાળના નવા નકશામાં કલાપાની, લિપુલેખ, લિમ્પીયાધુરાના સમાવેશને લીધે ભારત તેમને સત્તાથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ગ્યાવલીએ કહ્યું કે, દ્વિપક્ષીય સંબંધોમાં હકારાત્મકતા લાવવા માટે તમામ હિતધારકોએ ફાળો આપવો જોઇએ. કોઈએ સંબંધમાં કડવાશ ઘોળવી ન જોઈએ. હું દરેકને સકારાત્મક યોગદાન આપવાની અપીલ કરું છું. ”

વિદેશ મંત્રીએ કહ્યું, ” અમે ભારત સાથે સંપર્કમાં છીએ. અમે વાતચીત દ્વારા પ્રશ્નોના સમાધાન માટે કટિબદ્ધ છીએ. મને આશા છે કે અમે તેનો ઉકેલ લાવીશું.”

ગ્યાવલીએ કહ્યું,” આ વિવાદ ઇતિહાસમાં ઉભો થયો છે અને અમે તેની સાથે ઝઝૂમી રહ્યા છીએ. અમે આ મુદ્દાને ઉકેલી શું પરંતું ઉશ્કેરણી અને ભાવનાઓથી નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.