કોરોના સંક્રમણના વધેલા કેસને કારણે જોખમરૂપ બનેલા મહિધરપુરા હીરા બજાર વિસ્તારમાં ક્લસ્ટર અંતર્ગત પ્રવેશ રોકવા માટે ઓથોરિટી દ્વારા પતરાં મારી સીલ કરવાનું શરૂ કરાયું છે. આજે સવારે વેપારીઓએ એક ખોટા મેસેજને કારણે ઓફિસો ખોલી હોવાનો ખુલાસો એક સ્થાનિક રહીશે વાતચીત દરમિયાન કર્યો હતો.
આજે સવારે હીરા બજારમાંની સેઇફ વોલ્ટ પણ ખોલવામાં આવી હતી. હીરા બજારમાં પાંચેક જેટલા સેઇફ વોલ્ટ છે. હીરા બજારને એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી હોવા છતાં વોટ્સએપ ઉપર વેપારીઓના ગ્રુપમાં બજારમાંના સેઇફ વોલ્ટ બપોર સુધી ખુલ્લા રહેશે, એવા મેસેજ ફરતાં વેપારીઓ ઓફિસ ખોલવા માટે દોડી ગયાં હતાં.
અત્યારે તો ઓથોરિટીએ હીરાબજારની વિવિધ શેરીઓને પતરા મારીને સીલ કરવાનું શરૂ કરી દીધું છે. સિકંદર માર્કેટ, પાટીદાર ભવન મેઇન રોડ, દેવીદાસની પીપળા શેરીને બંધ કરવામાં આવી રહી છે. આ સાથે હીરા બજાર વિસ્તારમાં અત્યારે ભયંકર ટ્રાફિક છે. વેપારીઓ અને દલાલો પોતાના ઘરે જવા માટે નીકળી રહ્યા હોવાથી, મેઇન રોડ ઉપર અત્યારે વાહનોનો જમેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.