રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ

– સૌથી વધુ ગોંડલમાં 4 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગોંડલમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 2 ઈંચ, આહવામાં 2 ઈંચ, કુકરમુંડામાં દોઢ ઈંચ, માણાવદરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે વાપીમાં 1 ઈંચ, રાણપુરમાં 1 ઈંચ, સુબિરમાં 1 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કેશોદમાં પોણો ઈંચ, ચોર્યાસીમાં પોણો ઈંચ, વંથલીમાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, જામકંડોરણામાં અડધો ઈંચ, તલાલામાં અડધો ઈંચ, નવસારીમાં અડધો ઈંચ, લોધિકામાં અડધો ઈંચ, ઉમરગામમાં અડધો ઈંચ, જેતપુરમાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ અને નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

આમ રાજ્યમાં ભારે ઉકળાટ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. જ્યારે જગતના તાત એવા ખેડુતોમાં વરસાદી માહોલ જોવા મળતાં ખુશીની લહેર જોવા મળી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.