ભાજપનું શાસન આવ્યા બાદ એવિએશન કંપનીને સીલ કરાતી નથીઃકોંગ્રેસ

– ભાજપનું સેટીંગ પડી ગયું લાગે છેઃ કોંગ્રેસના આક્ષેપો

– અગાઉ કોગ્રેસના શાસનમાં એવીએશન કંપનીને ત્રણવાર સીલ કરી 3 કરોડની વસુલાત કરી હતી

મહેસાણા પાલીકામાં વેરો વસુલવા સામાન્ય પ્રજાજનો પાસે કડક ઉઘરાણી કરવામાં આવે છે. ત્યારે મોટા બાકીદાર એવા બ્લુ રે એવીએશન કંપનીને ૬૫ લાખના વેરા મામલે પાલિકા કેમ કડક કાર્યવાહી કરતી નથી શુ નગરપાલિકાની ભગત છે કે શું! આ મામલે કડક કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરી છે.

મહેસાણા પાલિકામાં વિપક્ષ નેતા જયદિંપ સિંહ ડાભીએ પાલિકા પ્રમુખ ચીફ ઓફીસરને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યા પ્રમાણે સામાન્ય પ્રજાના ૫૦૦થી ૨૫૦૦૦ના બાકી વેરા માટે પાલિકા સીલ મારી કાર્યવાહી કરે છે. તો બ્લુ રે એવીએશન કંપનીનો ૬૫ લાખના વેરા મામલે કેમ કોઇ પગલા ભરાતાં નથી શું આ મામલે પાલિકા પ્રમુખ નું કંપની સાથે મીલીભગત છે કે શું!અગાઉ કોગ્રેસની સત્તા દરમીયાન અમદાવાદ એવીએશન કંપની એરોનોટીકલ એએએની ૩ કરોડની રકમ વસુલાત કરવા સારૃ ત્રણ વખત સીલ કરી વેરા વસુલાત કરવા જણાવ્યું છે. જો આ કંપનીનો વેરો વસુલાત નહી થાય તો શહેરની પ્રજાને વેરો ન ભરવા અપીલ કરીયું જેથી વહીવટ દારો ગંભીર નોંધલઇ કાર્યવાહી કરે. જયદિપસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, ભાજપના કંપની સાથે સેટીંગ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો સેટીંગ ન થયું હોય તો પ્રમુખ આ કંપનીને સીલ મારે અથવા બાકી વેરાની ઝડપથી ઉઘરાણી કરે તેવી અમારી માંગ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.