ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રીની સુપ્રીમમાં સોલીસિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે નિમણૂક

3 વર્ષ માટે તુષાર મહેતાની સોલીસિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે ફરી નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત 5 એડિશનલ સોલિસિટર જનરલની પણ ફરી નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે.

વિક્રમજીત બેનર્જી, અમન લેખી, માધવી ગોદરિયા દિવાનની ફરી નિમણૂક કરાઈ છે. કે.એમ નટરાજ, સંજય જૈનની ફરી એડી.સોલિસિટર જનરલ તરીકે નિમાયા છે.

સૂર્યપ્રકાશ રાજૂ સહિત 6 વકીલનો SCમાં એડી.સોલિસીટર જનરલ બનાવાયા છે. SC માં એડિ.સોલિસિટર જનરલ તરીકે સૂર્યપ્રકાશ રાજુની પસંદગી કરાઈ છે.  સૂર્યપ્રકાશ રાજુ ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલ છે. સુપ્રીમ કોર્ટમાં એડી.સોલિસીટર જનરલ તરીકે ચોથા ગુજરાતીને સ્થાન મળ્યું છે. અગાઉ કિરીટ રાવલ, હરીન રાવલ, તુષાર મહેતાની પસંદગી થઈ હતી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.