પ્રતિબંધિત ચાઈનીઝ એપમાંથી PUBG અને Z00M કેમ બાકાત? આ છે કારણ

 સરકારે બેન કરેલી 59 ચાઈનીઝ એપમાં સૌથી લોકપ્રિય ગણાતી મોબાઈલ ગેમ પબજી અને ઝૂમ એપનો સમાવેશ નહી થયો હોવાથી ઘણાને આશ્ચર્ય થયુ છે.

મોટાભાગના લોકો માને છે કે, પબજી ચાઈનીઝ એપ છે.લોકો એટલે જ સવાલ પૂછી રહ્યા છે કે, આ બે એપને કેમ બાકાત રાખવામાં આવી છે.

જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે યુવાઓમાં સૌથી લોકપ્રિય પબજી ગેમ દક્ષિણ કોરિયાની એક કંપનીએ બનાવી છે.જે 2000માં આવેલી એક જાપાની ફિલ્મ બેટલ રોયલથી પ્રેરિત છે.તેનુ એક ચાઈનીઝ કનેક્શન પણ છે.પબજીમાં ચીનની ગેમિંગ કંપનીની ભાગીદારી છે.ચીનમાં જોકે પબજી પર પ્રતિબંધ છે.તેને એક નવા નામ સાથે ચીનમાં લોન્ચ કરવામાં આવી છે.આમ પબજીની માલિકીમાં ચીનની કંપની તો છે જ.

બીજી તરફ ઝૂમ એપ એક અમેરિકન કંપની છે.જેના ફાઉન્ડર એરીક યુઆન ચીની મૂળના અમેરિકન નાગરિક છે.એટલે ટેકનિકલી જોવામાં આવે તો ઝૂમ એપ ચાઈનીઝ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.