આ વખતે ગુરૂ પૂર્ણિમાએ જ ચંદ્રગ્રહણ: શેર બજારમાં મંદીના દોરની શક્યતા

– આગામી ચંદ્રગ્રહણ 30 નવેમ્બરના છે ત્યાં સુધી મંદીની અસર રહી શકે

ગુરુ પૂર્ણિમાનું પર્વ આ વખતે 5 જુલાઇ-રવિવારના છે અને ત્યારે જ ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ ભારતમં દેખાવવાનું નથી. પરંતુ ચંદ્રગ્રહણને લીઘે આગામી ડિસેમ્બર સુધી શેર બજાર-એગ્રો કોમોડિટીમાં મંદીનો દોર જોવા મળી શકવાની જ્યોતિષીઓ દ્વારા આગાહી કરવામાં આવેલી છે.

વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ છે. આ પૈકી 3 ગ્રહણ અત્યારસુધી થઇ ગયા છે. જ્યોતિષ શાસ્ત્રના મતે 5 જુલાઇના ચંદ્રગ્રહણ સાથે શેર બજાર-એગ્રો કોમોડિટીમાં મંદી જોવા મળી શકે છે. હવે આગામી ચંદ્રગ્રહણ 30 નવેમ્બરના છે અને ત્યાં સુધી શેરબજાર-એગ્રો કોમોડિટીમાં મંદીની અસર રહી શકે છે.

આ અંગે જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી લાઠીયાએ જણાવ્યું કે, ‘ અષાઢ સુદ 15,  ધન રાશિ, પૂ.ષા નક્ષત્ર નારોજ ચંદ્ર ગ્રહણ ( ભારતમાં દેખાશે નહીં ) અને ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે.

પોતાના ગુરૂને આ દિવસે ભાવરુપી શ્રદ્ધા અર્પણ કરવા માટેનો સોનેરી દિવસ પણ કહી શકાય. આ દિવસે ગુરુ પૂજન કરવાનો મહિમા રહેલો છે, ઉપરાંત જેમની કુંડળીમાં ગુરુ પ્રતિકૂળ અવસ્થામાં હોય કે ગુરુ અશુભ યોગમાં હોય જેવાકે ગુરુ + રાહુ કે ગુરુ + કેતુનો ચાંડાલ યોગ, અસ્ત કે વક્રી હોય, નીચસ્થ હોય તેઓએ આ દિવસે ગુરુ ગ્રહના જાપ યથાશક્તિ મુજબ કે કોઈના માર્ગદર્શન મુજબ કરવા શ્રેષ્ઠ કહી શકાય, જે વિવાહ યોગ્ય કન્યા હોય અથવા વિદ્યાર્થીવર્ગ જેમને ભણતરમાં કોઈપણ દ્વિધા હોય તેમને પણ ગુરુના જાપ આ દિવસે કરવાથી લાભ થઈ શકે છે.

જેમની કુંડળીમાં ગુરુ અને ચંદ્ર એકબીજાથી છઠે _આઠમે હોય ઍટલે શડાસ્તક હોય ( ઘણા તેને શકટ યોગ કહે છે ) તેમના માટે આજે ચંદ્ર ગ્રહણ અને ગુરુ પૂર્ણિમાના સંયોગવાળા દિવસે ગુરુ અને ચંદ્ર ગ્રહના જાપ કરવા શ્રેષ્ઠ છે.

જેનાથી આ અશુભ યોગ નિયંત્રણમાં આવી શકે છે. જેમની કુંડળીમાં ચંદ્ર નિર્બળ બન્યો હોય, ચંદ્ર + શનિનો વિષયોગ, ચંદ્ર + રાહુ કે ચંદ્ર + કેતુનો ગ્રહણ યોગ ઉપરાંત જેઓ માનસિક રીતે વધુ દ્વિધા વાળા હોય, નિર્ણયશક્તિનો અભાવ હોય, વધુ વિચારોની પીડા હોય વગેરે જેવાં માટે આ દિવસે ચંદ્રના જાપ કરવા ઉત્તમ કહી શકાય. મંત્ર અને માર્ગદર્શન માટે કોઈ વિદ્વાન નું માર્ગદર્શન પણ લાભપ્રદ બની શકે છે આપ સરળતાથી પોતાની જાતે મંત્ર જાપ કરી શકશો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.