આજે રાજ્યમાં 620 કોરોનાના કેસ, 20નાં મોત, હવે સુરત બન્યું નવું કોરોના એપી સેન્ટર

રાજ્યમાં કોરોનાના વધતા કેસનાં કારણે ચિંતા વધી છે. આવતી કાલથી શરૂ થતાં અનલોક-2 પછી  કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 620 નવા કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ 32643 પોઝિટિવ દર્દીઓ થયાં છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 422 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 20 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1848 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 199 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 183 અને સુરત જિલ્લામાં 16 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4,829‬ પર પહોંચ્યો છે.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ શું છે?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 197‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 182 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20,913‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 137‬ દર્દીઓ સાજા થયા છે.

હવે રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો 15,966‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, તે સાથે જ અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંક 1,441‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3506 એક્ટિવ કેસ છે.

રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં કોરોના સંક્રમણ

આજના દિવસે નોંધાયેલ કોરોના કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન 183, અમદાવાદ કોર્પોરેશન 182, વડોદરા કોર્પોરેશન 5૦, વલસાડ 2૦, સુરત 16, જામનગર કોર્પોરેશન 15, અમદાવાદ 15, આણંદ 14, ગાંધીનગર 13, પાટણ 11, કચ્છ 9, ભરૂચ 8, મહેસાણા 7, જુનાગઢ કોર્પોરેશન 6, ખેડા 6, ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 5, અરવલ્લી 5, પંચમહાલ 5, સાબરકાંઠા 4, બોટાદ 4, સુરેન્દ્રનગર 4, ગાંધીનગર કોર્પોરેશન 3, ભાવનગર 3, જામનગર 3, ગીર-સોમનાથ 3, પોરબંદર 3, અમરેલી 3, વડોદરા 2, મહીસાગર 2, જુનાગઢ 2, નવસારી 2, મોરબી 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, નર્મદા 1, દેવભૂમિ દ્વારકા 1, અન્ય રાજ્ય 1 કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6928 છે, જેમાંથી 71 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 6857 દર્દીઓની હાલત સ્થિર છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6828 છે, અમદાવાદ કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 2, ગાંધીનગર 2, જુનાગઢ કોપોરેશન 1, પાટણ 1, નવસારી 1 દર્દીનું મોત નિપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.