પ્રીતિ ભટ્ટાચાર્જી બની સુપરસ્ટાર સિંગરની વિજેતા, મળ્યો 15 લાખનો ચેક

સંગીત ક્ષેત્રે હાલ જે રિયાલિટી શો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તે છે સુપરસ્ટાર સિંગર. અને હવે સુપરસ્ટાર સિંગરને તેની પહેલી વિજેતા મળી ચૂકી છે. સોની ટીવીના સંગીતક્ષેત્રેના પોપ્યુલર રિયાલિટી શોનું 6 ઓક્ટોબરે ગ્રાન્ડ ફાઇનલ હતું. અને તેમાં પ્રીતિ ભટ્ટાચાર્જીએ વિજેતા બની નવો ઇતિહાસ રચ્યો છે. પ્રીતિ શરૂઆતથી જ તેના કોયલ જેવા મીઠા અવાજના કારણે લોકોના મનમાં ખાસ જગ્યા બનાવી ચૂકી હતી. અને આ કારણે જ તેને સૌથી વધુ વૉટ મળ્યા અને તેની જીત થઇ.

ઉલ્લેખનીય છે કે આ ગ્રાન્ડ ફિનાલેમાં 6 હરિફ ફાઇનલિસ્ટ થયા હતા. પણ તે બધાને માત આપીને પ્રીતિ ભટ્ટાચાર્જીએ આ ખિતાબ તેના નામે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ રિયાલીટી શોમાં પ્રીતિ સિવાય મૌલી, સ્નેહા શંકર, હર્ષિત નાથ, અંકોલા મુર્ખર્જી અને નિષ્ઠા શર્મા પણ રેસમાં હતા. જો કે આ તમામને પાછળ રાખી પ્રીતિએ આ ટ્રોફી મેળવી હતી. સાથે તેને 15 લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો.

ત્રણ મહિના સુધી ચાલેલા આ સંગીતમય સફરમાં એકથી એક ચઢિયાતા કંટેસ્ટેંટ હતા. અને તે તમામે તેમનો અવાજનો જાદુ પાથરીને અદ્ધભૂત પ્રદર્શન પણ આપ્યું હતું. આટલી નાની ઉંમરે બાળકોમાં આટલી બધી પ્રતિભા જોઇને દર્શકો પણ છક થઇ ગયા હતા. અને કદાચ આ જ કારણે આ શોએ સારી એવી લોકપ્રિયતા ટૂંક સમયમાં મેળવી લીધી હતી.

આ શોમાં ચાર કેપ્ટન પણ હતા. નિતિન કુમાર, સલમાન અલી, જ્યોતિકા તંગરી અને સચિન કુમાર વાલ્મિકી. આ તમામ કેપ્ટને આ તમામ બાળકોના સંગીતને નીખાર્યું હતું. અને આ લોકો જ તેમને પરફોર્મન્સ માટે તાલીમ આપતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.