20000 સૈનિકોની તૈનાતી પર પાકિસ્તાને આપ્યુ આવુ નિવેદન

ભારતને ઘેરવા માટે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાને 20000 સૈનિકો તૈનાત કર્યા હોવાના અહેવાલોથી સોશ્યલ મીડિયા  અને મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે પાકિસ્તાને આ અહેવાલનો રદિયો આપ્યો છે.

જોકે પાકિસ્તાનનો રદિયો પણ જુઠ્ઠાણુ હોઈ શકે છે.પાકિસ્તાને એક નિવેદનમાં કહ્યુ છે કે, ભારતમાં મીડિયા અ્ને સોશ્યલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે, એલઓસી પાસે પાકિસ્તાને સેનાના વધારાના જવાનો મોકલ્યા છે, પાકિસ્તાનનુ સ્કાર્દૂ એરબેઝ ચીનના સૈનિકો ઉપયોગમાં લઈ રહ્યા છે, આ તમામ વાતો ખોટી છે.ચીનની સેના પણ પાકિસ્તાનમાં મોજુદ નથી.

જોકે પાકિસ્તાન લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના તનાવનો ફાયદો ઉઠાવવા માંગે છે.માટે જ તેણે એલઓસી પાસે 20000 સૈનિકો તૈનાત કર્યા હોવાના અહેવાલો ગઈકાલે આવ્યા હતા.જે ભારત પર દબાણ વધારવા માટે પાકિસ્તાનની હરકત હોવાનુ કહેવાય છે.એવુ પણ કહેવાય છે કે, પાકિસ્તાને કરેલી સૈનિકોની તૈનાતી બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ કરેલી તૈનાતી કરતા પણ વધારે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.