ડિપ્લોમેટિક વોરઃ US-ઓસ્ટ્રેલિયા-જાપાન-આસિયાન-યુરોપ, તમામ બાજુએથી ચીન પર પસ્તાળ

 

 

ચીન છેલ્લા ઘણાં લાંબા સમયથી પોતાની વિસ્તારવાદી નીતિ માટે ઓળખાઈ રહ્યું છે અને તે હંમેશા આ નીતિને લાગુ કરવાના પ્રયત્ન કરતું આવ્યું છે. પરંતુ જ્યારે આ વખતે ચીને ભારત સામે આ નીતિ અપનાવવા પ્રયત્ન કર્યો તો તેને આ પ્રયત્ન ખૂબ મોંઘો પડી ગયો. તેનું કારણ એ છે કે, ભારતે આપેલા જવાબ બાદ વિશ્વના લગભગ તમામ શક્તિશાળી દેશો ચીન વિરૂદ્ધ ઉભા થઈ ગયા છે.

ભારતે સૌ પ્રથમ ચીનના વેપાર પર હુમલો કરીને ભારતમાં કાર્યરત 59 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે અને તેને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવી છે. ત્યાર બાદ અમેરિકાએ પણ ભારતના આ નિર્ણયનું સ્વાગત કરીને તેને દેશની સુરક્ષાના હિતનું પગલું ગણાવ્યું છે. અમેરિકા સતત ભારત અને ચીન વચ્ચેના વિવાદ મુદ્દે ભારતની તરફેણમાં ઉભું રહ્યું છે અને ગાલવાન ઘાટીની ઘટના, બંને દેશ વચ્ચેના તણાવ માટે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને જવાબદાર ગણાવી રહ્યું છે. અમેરિકાએ પણ ચીનની બે કંપનીઓને સુરક્ષા માટે જોખમી ગણાવીને તેના પર પ્રતિબંધ મુકી દીધો છે.

વિશ્વમાં કેવી રીતે ફસાયું ચીન?

અમેરિકા અને ભારત સિવાય ઓસ્ટ્રેલિયા પણ સતત ચીન પર વાર કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો સાઈબર એટેક થયો હતો અને શંકાની સોય ચીન તરફ વળી હતી. તે સિવાય ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પોતાનો ડિફેન્સ પ્લાન રજૂ કર્યો છે જેમાં ભારત-ચીન વિવાદને સામેલ કરવામાં આવ્યો છે.

આ તરફ જાપાન સાથે પહેલેથી જ ચીનનો 36નો આંકડો છે કારણ કે હોંગકોંગ મુદ્દો હોય કે તાઈવાન કે પછી દક્ષિણ ચીન સમુદ્રનો વિવાદ, જાપાન હંમેશા ચીનની વિરૂદ્ધમાં રહ્યું છે. આટલું જ નહીં, વર્તમાન સમયમાં જાપાને દક્ષિણ ચીની સમુદ્રમાં પોતાની નેવીને મજબૂત બનાવી છે. અમેરિકા-જાપાન અને ભારતની ત્રિપુટી સતત ચીનનો ખેલ બગાડી રહી છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.