સરકારે સુરક્ષા અને પ્રાઈવસીના કારણને આગળ ધરીને ચીનની 59 એપ પર પ્રતિબંધ મુકી દીધો છે.
આ પૈકી સૌથી લોકપ્રિય એપ ટીકટોક છે.ભારતમાં ટીક ટોકનો ઉપયોગ કરનારા કરોડો લોકો છે પણ જાણીને આશ્ચર્ય થશે કે ખુદ ચીનમાં જ આ એપને ચીનની સરકારે પ્રતિબંધિત કરી રાખી છે.
ચાઈનાના નાગરિકો આ એપનો ઉપયોગ કરી શકતા નથી અને તેમને આ એપ પર એકાઉન્ટ બનાવવા માટે પણ વિકલ્પ મળતો નથી.
એમ પણ ચીન ઓનલાઈન એક્ટિવિટીને લઈને સતર્ક રહે છે.ચીનમાં ઈન્ટરનેટના ઉપયોગ પર જાત જાતના પ્રતિબંધો છે.ચીનમાં ફેસબૂક , વોટ્સએપ ટ્વિટર સહિતના ગ્લોબલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મુકાયેલો છે.ચીનના લોકો માટે ચીને પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ બનાવેલા છે.ચીનના લોકો ફેસબૂકની જગ્યાએ વાઈબો, ગૂગલની જગ્યાએ બાઈડુ અને યુ ટયુબની જગ્યાએ યુકુ તથા વોટસએપની જગ્યાએ વી ચેટ નામની એપનો ઉપયોગ કરે છે.
ટીકટોકના વિકલ્પ તરીકે ચીનના નાગરિકોને ડોયીન નામની એપ વાપરવાની છૂટ છે.જોકે આ એપનો ચીન બહાર ઉપયોગ કરી શકાતો નથી.તેમાં ટીકટોક જેવા ફીચર્સ છે.ચીનમાં ટીકટોક પર બેનનુ કારણ એ પણ છે કે, ચીનની સરકાર નથી ઈચ્છતી કે તેના નાગરિકો પોતાના વિડિયો દુનિયા સાથે શેર કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.