કેટલાક આરોપીઓની મિલકતો પણ સીલ કરવામાં આવશે
ડિસેમ્બર મહિનામાં સીએએ-એનઆરસીનાં વિરુદ્ધ લખનૌના રસ્તાઓ પર તોડફોડ કરનારા લોકો પર યોગી સરકાર તુડી પડી છે, લખનૌ જિલ્લા વહીવટીતંત્રે હિંસાના 54 આરોપી પૈકી 5 પાસેથી 1 કરોડ 54 લાખ રૂપિયાની રિકવરીનો હુકમ કર્યો છે.
મંગળવારે હસનગંજમાં એનવાય ફેશન સેન્ટર સહિત આરોપીઓની અન્ય ઇમારતો સીલ કરી દેવામાં આવી છે. ગુરુવારે ખુર્રમનગરમાં અન્ય એક આરોપી નફીસની દુકાન પણ સીલ કરવામાં આવી છે.
લખનૌ જિલ્લા વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 5 લોકો સામે કાર્યવાહી કરી છે. નફીસ અહેમદ પર 64 લાખ 35 હજાર રૂપિયા બાકી છે. નોટિસ બાદ પણ રકમ નહીં ભરવા પર વહીવટીતંત્રએ દુકાન ગુરુવારે કબજે કરી.
તાલુકા મામલતદાર શંભુ શરણસિંહે જણાવ્યું હતું કે સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનના કેસમાં 54 લોકોને રિકવરીની નોટિસ ફટકારવામાં આવી હતી. તેમાંથી, મંગળવારે હસનગંજ વિસ્તારમાં બે સંપત્તિ સીલ આવી હતી.
ઉપરાંત, આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે જે સંપત્તિ સીલ છે તેમાં એનવાય ફેશન સેન્ટર નામની કપડાની દુકાન અને અન્ય એક દુકાનનો સમાવેશ થાય છે.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ટ્રાન્સ ગોમતી વિશ્વ ભૂષણ મિશ્રાના આદેશથી સીલ કરવામાં આવી છે. એનવાય સી ફેશન સેન્ટરના સહાયક સ્ટોર મેનેજર ધરમવીર સિંહ અને બીજી દુકાનના માલિક માહેનૂર ચૌધરી સીએએએ એન્ટી કેસમાં આરોપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.