ચીન સીમા પર તણાવની વચ્ચે સેનાનું મનોબળ વધારવા PM મોદી લેહ પહોંચ્યાં

લદ્દાખમાં ગલવાન ખીણમાં ચીન અને ભારતની સેના વચ્ચે થયેલી મુઠભેડ બાદ બંને દેશ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન આ તણાવભરી પરિસ્થિતિની વચ્ચે નરેન્દ્ર મોદી અચાનક લેબ પહોંચ્યાં છે. શુક્રવાર સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં જવાનો સાથે મુલાકાત કરી. આ પહેલા ફક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અહીં આવવાના હતા.

મે મહિનાથી ચીનની સાથે બોર્ડ પર તણાવ ચાલી રહ્યો છે અને બોર્ડ પર સ્થિતિ ગંભીર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક મુલાકાતથી સૌ કોઇ ચૌંકી ઉઠ્યાં છે. આ પહેલા શુક્રવારના રોજ ફક્ત રક્ષા મંત્રી રાજનાથ સિંહે લેહ જવાના હતા, પરંતુ ગુરૂવારના રોજ તેમના કાર્યક્રમમાં બદલી નાખવામાં આવ્યાં. ત્યાર બાદ ફક્ત બિપિન રાવત જ લેહ જવાના હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ નીમૂની ફોરવર્ડ પોસ્ટ પહોંત્યા. મોદી સેના, વાયુ સેના અને અધિકારીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો. નીમૂ પોસ્ટ દરિયાની સપાટીથી 11 હજા ફૂટની ઉંચાઇ પર આવેલી છે, દુનિયાની સૌથી ઉંચી અને ખતરનાક પોસ્ટમાંથી એકમાં ગણતરી થાય છે. મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ 14 કોર્પ્સના અધિકારીઓ સાથે વાત કરી. આ ઉપરાંત CDS બિપિન રાવત સાથે મળી વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન નોર્થન આર્મી કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ વાઇકે જોશી, લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર રહ્યાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.