ઉત્તર પ્રદેશમાં નકલી શિક્ષકોની હવે ખેર નથી, સીએમ યોગી 900 કરોડ રૂપિયા વસૂલ કરશે

ઉત્તરપ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને લઇને સક્રિય બન્યા છે. તેમને મોટી સંખ્યામાં ગોટાળો થયો હોવાનું જાણવા મળતા કડક પગલા માટેના આદેશ આપ્યા છે. નકલી શૈક્ષણિક દસ્તાવેજ આધારે નોકરી કરતા તમામ 1427 શિક્ષકોની માહિતી મળી છે. તેઓ તમામ પાસેથી કુલ રૂપિયા 900 કરોડ વસૂલવામાં આવશે.શિક્ષણનો પાયો માનવામાં આવતા બેઝિક શિક્ષણમાં, શિક્ષકોની સાથે આ પ્રકારની છેતરપિંડી કરનારા વિભાગના સ્ટાફ અને અધિકારીઓ સરકારના રડાર પર છે.

ઉત્તરપ્રદેશના પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ પાસેથી નકલી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહીનો રિપોર્ટ તારીખ 3 જુલાઈ સુધી માગવામાં આવ્યો છે. અનામિકા શુક્લા પ્રકરણનો પર્દાફાશ થતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રાથમિક શિક્ષણ સહિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ વિભાગના તમામ શિક્ષકનો શૈક્ષણિક રેકોર્ડ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

કારણકે ઉત્તરપ્રદેશમાં અનામિકા શુક્લાનાં નામે 24 અલગ-અલગ જિલ્લામાં નોકરી કરતા નકલી શિક્ષકનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. કુલ 1427 નકલી શિક્ષક પકડાયા છે અને તે પૈકી 930ની સેવા સમાપ્ત કરવામાં આવી છે, જ્યારે 497 વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ લોકોની મદદ કરનાર પર પણ સરકારની નજર છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં.

ઉત્તરપ્રદેશના તમામ નકલી શિક્ષકો વિરુદ્ધ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી સામે આવેલા તમામ 1427 નકલી શિક્ષકો વિરુદ્ધ હવે મોટી કાર્યવાહી ચાલી રહી છે. 930ની સેવા સમાપ્ત કરવામાં આવી છે. સાથે જ મોટી સંખ્યામાં નકલી શિક્ષકો જેલમાં છે. આ નકલી શિક્ષકો પાસેથી વસૂલાત પણ હાથ ધરવામાં આવશે. એક-એક નકલી શિક્ષકે આશરે રૂપિયા 60 લાખ સરકારના ખજાનામાં જમા કરાવવા પડશે કે જે તેમણે પગાર તરીકે સરકાર પાસેથી લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.