અમદાવાદ બાદ સુરતમાં હવે કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેને કારણે સુરતમાં બેકાબૂ બનતાં કોરોનાને કાબૂમાં લેવા માટે સુરત મહાનગરપાલિકાએ મોટો નિર્ણય કર્યો છે. સુરતનાં 3 ઝોનમાં પાન-મસાલાનાં ગલ્લાઓ પર સુરત કોર્પોરેશને પ્રતિબંધ લગાવી દીધો છે. તો રાજકોટમાં પણ કોરોનાનાં વધતાં જતાં કેસોને પગલે પાનનાં ગલ્લાંઓ બંધ કરવામાં આવી શકે છે તેવી ચર્ચા છે.
સુરતના ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવા આદેશ મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આપ્યો છે. જાહેરનામા અનુસાર, સુરતના કતારગામ, વરાછા-એ અને બી ઝોનમાં સાત દિવસ સુધી પાનગલ્લાની દુકાનો બંધ રહેશે. જોકે, સુરતમાં અન્ય ઝોનમાં દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ અહીં ચારથી વધુ લોકો ભેગા નહિ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આરોગ્ય સચિવ સુરતમાં નિવેદનમાં કહ્યું હતું કે, જ્યાં વધુ કેસ આવશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે.
તો બીજી તરફ સુરતનાં પગલે રાજકોટ મનપા કમિશનરે પણ જાહેરાત કરી છે કે, ચા-પાનની દુકાન પર લોકોની ભીડ એકઠી થશે તો તેને બંધ કરાવવામાં આવશે. સાવચેતીના ભાગરૂપે મનપા નિર્ણય લઇ શકે છે. લોકોમાં હજુ પણ જાગૃતતાનો અભાવ જોવા મળે છે તેવું રાજકોટ મ્યુ. કમિશ્નરે જણાવ્યું છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.