ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ પર સતત આગળ ધપાતા સંદેશમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે (ભારત સરકાર) વર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકને 2 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સંદેશમાં એક વેબસાઇટની લિંક પણ આપવામાં આવી છે. સંદેશમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રકમનો દાવો કરવા માટે આપેલી લિંક ઉપર ક્લિક કરવું પડશે. આવી સ્થિતિમાં તમારા માટે તે જાણવું મહત્વપૂર્ણ છે કે આ સંદેશ વાસ્તવિક છે. શું સરકાર લોકોને 2 હજાર રૂપિયા ખરેખર આપી રહી છે?
આ સંપૂર્ણ સંદેશમાં લખ્યું છે કે, ‘કેન્દ્ર સરકારે આખરે તમામ નાગરિકોને 2 હજાર રૂપિયા આપવાના ભંડોળને મંજૂરી આપી દીધી છે. નીચે એક લિંક છે, જેના પર ક્લિક કરીને તમે તમારી રકમનો દાવો કરી શકો છો. તમને આ રકમ તરત જ મળી જશે. તમે ફક્ત એક જ વાર તેને ક્લેમ કરી શકો છો અને તે મર્યાદિત છે. ગવર્મેન્ટ ફેક્ટ ચેકિંગ એજન્સી પીઆઈબીએ ફોરવર્ડ કરેલા સંદેશ માટે એક ટ્વિટ પણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.