સુરતમાં મડદાં બોલ્યા, 625ના ગાઈડ લાઈન મુજબ અંતિમ સંસ્કાર, સરકારી ચોપડે નોંધાયા કોરોનાથી 195 મોત

અમદાવાદ બાદ કોરોના વાયરસે સુરતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આંકડા છુપાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી ચોપડે આંકડા અને અસલ કોરનાથી મોત તેમજ કોરોનાના દર્દીના આંકડા અલગ છે.

સુરતમાં કોરોનાથી મૃત્યુના આંકડાને લઇને વિવાદ સર્જાયો છે. સ્મશાનની યાદી અને મનપાના મૃત્યુઆંકમાં પણ ફેરફાર છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ સાડા ત્રણ મહિનામાં 625 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સ્મશાનની યાદી મુજબ 625 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે મનપાની યાદીમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 195નો છે. સુરત મનપાની યાદી અને સરકારની યાદીના આંકડાઓમાં તફાવત છે. સરકાર મૃત્યુઆંક છુપાવતી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. છેલ્લા 10 દિવસમાં જ 200 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં વધુ 687 કેસ નોંધાયા છે, અને 18 દર્દીઓનાં મૃત્યુ થયા છે.જ્યારે એક જ દિવસમાં 340 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એક દિવસમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો. અમદાવાદમાં સૌથી વધુ 195, સુરતમાં 190, વડોદરામાં 50 અને જૂનાગઢમાં 24 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત જામનગરમાં 12, ખેડા અને સુરેન્દ્રનગરમાં 14-14, ભરૂચ, પંચમહાલમાં 13-13, ભાવનગર અને પાટણમાં 11-11 કેસ નોંધાયા છે. તો ગાંધીનગર અને આણંદમાં 9-9, રાજકોટ, વલસાડ અને નવસારીમાં 6-6 તેમજ મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં 5-5 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.